દેવસ્વામ બોર્ડે સબરીમાલા પર બદલ્યું વલણ, કહ્યું- સૌને મળે દર્શનનો અધિકાર

સબરીમાલા મંદિર (ફાઇલ ફોટો)

આ મુદ્દાને લઈને કોર્ટમાં લગભગ 65 સમીક્ષા પિટિશન દાખલ કરવામાં આવી છે, ઉપરાંત કોર્ટના અનાદરની પિટિશન પણ દાખલ કરવામાં આવી છે

 • Share this:
  કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓના પ્રવેશના ચુકાદા પર દાખલ પુન:વિચાર પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ રહી છે.

  કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને દાખલ કરવાામાં આવેલી સમીક્ષા પિટિશનો પર સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય પીઠે સુનાવણી શરૂ કરી. તેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ આર એફ નરીમન, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા સામેલ છે. આ મામલામાં પિટિશનકર્તાએ દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટ ત્યાં સુધી દખલ ન કરવું જોઈએ જ્યાં સુધી કંઈક ખોટું ન હોય.

  આ સમગ્ર વિવાદમાં પોતાનું વલણ બદલતાં ટ્રાવણકોર દેવસ્વામ બોર્ડ (ટીડીબી)એ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને દર્શન કરવાનો અધિકાર મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે મંદિરનું સંચાલન ટીડીબી જ કરે છે.

  ઉલ્લેખનીય છે કે, કોર્ટે ચાર મહિના પહેલા જ મંદિરમાં મહિલાઓના પ્રવેશ આપવાને લઈ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટના ચુકાદાના વિરોધમાં કેરળના અનેક વિસ્તારોમાં હિંસક પ્રદર્શન થયા હતા. આ મુદ્દે સત્તાધારી સીપીએમ અને ભાજપ-કોંગ્રેસની વચ્ચે જોરદાર રાજકીય નિવેદનબાજી પણ થઈ હતી.

  સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર અનેક હિન્દુવાદી અને સામાજિક સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. તે મુજબ, તેનાથી તેમની ધાર્મિક ભાવનાઓ અને માન્યતાઓ પર ઈજા પહોંચી છે. નેશનલ અયપ્પા ડિવોટિઝ એસોસિએશન (NADA) અને નાયર સેવા સમાજ જેવી 17 સંગઠન મુખ્ય રીતે આ પુન:વિચાર પિટિશન (Review Petition)ને દાખલ કરવામાં સામેલ છે.

  ચુકાદાની વિરુદ્ધ કેરળમાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનોની વચ્ચે સબરીમાલા તીર્થયાત્રા બાદ ગત 19 જાન્યુઆરીએ ભગવાન અયપ્પાના મંદિરના કપાટને બંધ કરી દેવામાં આવ્યા હતા.

  સબરીમાલા મંદિર પર શું હતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?

  28 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરીન મહિલાઓના પ્રવેશની મંજૂરી આપી હતી. કોર્ટના ઐતિહાસિક ચુકાદામાં મંદિરમાં 10થી લઈને 50 વર્ષની મહિલાઓના પ્રવેશ કરવાને લઈને ચુકાદો સંભળાવ્યો હતો.

  તત્કાલીન ચીફ જસ્ટિસ (સીજેઆઈ) દીપક મિશ્રાની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે 4-1ની બહુમતી સાથે આ ચુકાદો સંભળાવ્યો હતો. આ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે માસિક ધર્મ (Menstruation Cycle) ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ ન આપવો તેમના મૂળભૂત અધિકારો અને બંધારણમાં બરાબરીના અધિકારોનું ઉલ્લંઘન છે.
  Published by:Mrunal Bhojak
  First published: