BJPનો અસલી ચહેરો: 'સબરીમાલા મુદ્દો કેરળમાં ભાજપ માટે સુવર્ણ તક'

સબરીમાલા મંદિર

કેરળની સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કરશે પણ ભાજપે આ તકનો લાભ ઉઠાવ્યો છે અને કેરળની ડાબેરી સરકારને ઘેરી છે.

 • Share this:
  ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો સામે આવ્યો છે અને મહિલાઓનાં હક્કો અને પ્રગતિ વિશે વાત માત્ર દંભ છે એ વાત તાજેતરમાં ખુલી પડી છે.
  કેરળમાં હાલ સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં મંદિર પ્રવેશ મામલે વિવાદ ચાલી રહ્યો છે અને ભાજપ મહિલાઓનાં મંદિર પ્રવેશનો વિરોધ કરી રહ્યું છે.
  આ સમયે કેરળનાં ભાજપનાં પ્રમુખ પી.એસ. શ્રીધરન પિલ્લઇની સબરીમાલા મંદિરના પુજારી સાથે થયેલી વાતચીતની કથિત ઓડિયોટેપ વાયરલ થઇ છે.
  જેમાં ભાજપ પ્રમુખ એવું કહે છે કે, સબરીમાલા મંદિરનાં મુખ્ય પુજારીએ તેમની સલાહ લીધી હતી કે, મહિલાઓ આવે ત્યારે મંદિરનાં દરવાજા બંધ કરી દેવા.

  આ ઓડિયો ટેપમાં ભાજપ પ્રમુખ એવું પણ કહેતા સંભળાય છે કે, સબરીમાલા મંદિર મુદ્દો કેરળમાં ભાજપનો ગઢ મજબૂત કરવા માટેની સુવર્ણતક છે.

  આ ઓડિયો ક્લિપ કેરળમાં ખુબ વાયરલ થઇ છે. શ્રીધર પીલ્લઇ એવું કહેતા સંભળાય છે કે, સબરીમાલા મંદિરનાં મુખ્ય પુજારી કંદારારુ રાજીવરુને એમ શંકા હતી કે, જો મહિલાઓ માટે મંદિરનાં દરવાજા બંધ કરીશું તો સુપ્રિમ કોર્ટનાં આદેશની અવમાનના થસે પણ ભાજપ પ્રમુખ સાથે વાત થયા પછી તેમણે નક્કી કર્યુ કે, મંદિરનાં દરવાજા મહિલાઓ માટે નહીં ખોલાય.

  સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.
  રસપ્રદ વાત એ છે કે, ભાજપ પ્રમુખ અમિત શાહે ગયા અઠવાડિયે કેરળમાં જનસભાને સંબોધી હતી અને સુપ્રિમ કોર્ટનાં આદેશનાં ધજિયા ઉડવતા હોય એમ, અમિત શાહે કહ્યું હતુ, કે, કોર્ટે એવા આદેશ કરવા જોઇએ કે, જેનો અમલ થઇ શકે.

  સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરનારા લોકો મંદિરમાં જઇ દર્શન કરવા ઇચ્છતિ મહિલાઓને બહારથી જ કાઢી મૂકે છે. અંદર જવા દેતા નથી. કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મામલે વિરોઘ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.

  કેરળની સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કરશે પણ ભાજપે આ તકનો લાભ ઉઠાવ્યો છે અને કેરળની ડાબેરી સરકારને ઘેરી છે. એમાંય મુદ્દો ધર્મનો છો એટલે ભાવતું મળી ગયું છે.
  Published by:Vijaysinh Parmar
  First published: