Home /News /national-international /

Positive Story : દૂલ્હનનું સાસરિયામાં અનોખું સ્વાગત, સાસુએ મુંહ દિખાઇમાં વહુને સિક્કાથી તોલી

Positive Story : દૂલ્હનનું સાસરિયામાં અનોખું સ્વાગત, સાસુએ મુંહ દિખાઇમાં વહુને સિક્કાથી તોલી

ઝુંઝનૂ જિલ્લામાં એક સાસુએ વહુને દીકરી માનીને મુંહ દિખાઇમાં સિક્કાથી તોલીને નવી મિસાલ કાયમ કરી

rajasthan news - રાજસ્થાનમાં (rajasthan)પરિવર્તનની હવા જોવા મળી રહી છે. દીકરી (Daughter) અને વહુમાં (Daughter in law)ફરક હવે ઓછો થઇ રહ્યો છે

    ઝુંઝનૂ : રાજસ્થાનમાં (rajasthan)પરિવર્તનની હવા જોવા મળી રહી છે. દીકરી (Daughter) અને વહુમાં (Daughter in law)ફરક હવે ઓછો થઇ રહ્યો છે. હવે વહુને પણ દીકરી માનવાનો ટ્રેન્ડ ઝડપથી આવી રહ્યો છે. ઝુંઝનૂ જિલ્લામાં એક સાસુએ વહુને દીકરી માનીને મુંહ દિખાઇમાં સિક્કાથી તોલીને નવી મિસાલ કાયમ કરી છે. વહુનું સાસરિયામાં આવી રીતે સ્વાગત વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે. રાજસ્થાનમાં થોડા ઘણા સમયથી શગુન તરીકે વરરાજાને આપવામાં આવતી ટીકાની રકમ પણ પાછી આપવાના ઘણા ઉદાહરણ સામે આવી ચૂક્યા છે.

    જાણકારી પ્રમાણે સમાજમાં આ અનોખી મિસાલ ઝુંઝનૂ જિલ્લાના મહતી ઢાણી નિવાસી સૂબેદાર હવા સિંહ ઘાયલની પત્ની કવિતા ઘાયલે રજુ કરી છે. સૂબેદાર હવાસિંહ ઘાયલના પુત્ર મનીષ ઘાયલના લગ્ન બે દિવસ પહેલા કોલિંડાના બાસ નિવાસી ગોરધન મહલાની પુત્રી પૂનમ સાથે થયા હતા. શનિવારે સવારે પૂનમના સાસરિયામાં મુંહ દિખાઇની વિધિ કરવામાં આવી હતી.

    સિક્કાનું વજન 60 કિલો થયું

    પૂનમની સાસુ કવિતા ઘાયલે તેને સિક્કાથી તોલાવી હતી. આ સિક્કાનું વજન 60 કિલો થયું હતું. આ સિક્કા સાસુએ પોતાની વહુને મુંહ દિખાઇના ભેટ કર્યા હતા. આ સિક્કામાં એક અને બે રૂપિયાના સિક્કા છે. પુત્ર મનીષ સેનામાં છે, જ્યારે તેની પત્ની પૂનમ કોલેજમાં એમએસસી કરી રહી છે.

    આ પણ વાંચો - પિતાએ 3 પુત્રીઓના કર્યા અનોખા લગ્ન

    દીકરી ઘરની શક્તિ હોય છે તો વહુ ઘરની લક્ષ્મી હોય છે

    વહુને સિક્કાથી તોલ્યા પછી સાસુ કવિતા ઘાયલે કહ્યું હતું કે આજે પણ સમાજમાં વહુ અને દીકરીઓ પ્રત્યે વિચારમાં મોટો ફેરફાર આવ્યો નથી. મારું માનવું છે કે પુત્રી ઘરની શક્તિ હોય છે તો વહુ ઘરની લક્ષ્મી હોય છે. આ બન્ને વગર ઘરમાં ખુશીઓ સંભવ નથી. જેથી અમારા આખા પરિવારે એક અલગ પહેલ કરી છે.

    સાસુ- સસરાએ વહૂને મુંહ દિખાઈમાં આપી હતી 11 લાખની કાર

    થોડા દિવસો પહેલા ઝુંઝનૂ જિલ્લાના ખંડવા ગામમાં આવેલી પુત્રવધૂને તેના સાસુ-સસરાએ મુંહ દિખાઇમાં 11 લાખ રૂપિયાની કાર ભેટમાં આપી છે. જ્યારે તેમણે દહેજમાં કંઈ પણ લીધું ન હતું. માત્ર એક રૂપિયા અને નાળિયેરમાં લગ્નની વિધિઓ કરવામાં આવી હતી. ખંડવા ગામના રામકિશનનો પરિવાર સમાજમાં ઉદાહરણરૂપ બન્યો હતો.

    રામકિશન સીઆરપીએફમાં એસઆઈ છે. રામકિશનના એકમાત્ર પુત્ર રામવીરના લગ્ન અલવરના ગોહાના ગામની ઈંશા સાથે થયા છે. ઈંશા બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. રામવીર પણ એમએસસી કરી રહ્યો છે. લગ્ન સમયે ઇંશાના માતા-પિતાએ તેમની પુત્રીને ખૂબ જ ધામધૂમથી વિદાય આપી હતી. તેણે રામકિશનના પરિવારને દહેજ આપવાની પણ ઓફર કરી હતી. પરંતુ રામકિશને તેની સ્પષ્ટપણે ના પાડી. તેણે ઈંશાના પિતાને કહ્યું કે તમે તમારી અમૂલ્ય દીકરી અમને આપો છો. તે સિવાય અમારે કશું જરૂર નથી. સસરા રામકિશન અને સાસુ કૃષ્ણા દેવીએ તેમની પુત્રવધૂને મુંહ દિખાઇમાં 11 લાખ રૂપિયાની કાર આપી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Positive story, Rajasthan news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन