વિદેશમંત્રી એસ જયશંકરે(External Affairs Minister S Jaishankar) આંતકવાદ મુદ્દે પાકિસ્તારને (Pakistan) ખખડાવતા કહ્યું કે અનેક દેશ જે આતંકી ગતિવિધિઓને સમર્થન આપે છે અને આતંકી પેદા કરે છે તે પોતાને દુનિયાની સામે આનો શિકાર હોવાનો દાવો કરે છે. જયશંકરે તે પણ કહ્યું કે આતંકવાદ કેન્સર જેવું છે જેની અસર દરેક પર થાય છે. વિદેશ મંત્રીએ આ વાત 19માં દરબારી સેઠ મેમોરિયલ લેક્ચરમાં કરી હતી.
એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન બેમાની સાથે પોતાના ક્ષેત્રમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ અને સંગઠિત અપરાધી હાજરીને સ્વીકારે છે. તેમણે કહ્યું કે આતંકવાદ કેન્સર જેવું છે. જેની મહામારીથી દરેકને અસર પડે છે. આતંકવાદ પેદા કરતા દેશ જ્યાં આંતકવાદ મુખ્ય સ્ત્રોત છે તે પોતાને આતંકવાદ પીડિત બતાવાનો પ્રયાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે પાકિસ્તાન આતંકી સંગઠોના 88 આકાઓ વિરુદ્ધ બેનને લઇે એક લિસ્ટ જાહેર કરી હતી. આ લિસ્ટને જાહેર કરતા પાકિસ્તાને પહેલીવાર માન્યું કે મુંબઇ વિસ્ફોટનો આરોપી અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં જ છે. પણ બે દિવસ પછી પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય આ વાતની પલટાઇ ગયું. તેમણે પછીથી કહ્યું કે દાઉદ ઇબ્રાહિમ અમારા દેશમાં નથી.
" isDesktop="true" id="1019057" >
પાકિસ્તાન કોઇ રીતે FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર જવાનો પ્રયાસ કરી રહ્યો છે. કર્જમાં ડૂબાયેલા પાકિસ્તાનને આ વાતનો ડર છે કે ક્યાંક તેને બ્લેક લિસ્ટ ન કરવામાં આવે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર