Home /News /national-international /તડને ફડ: ભારત-પાક મેચ પર વિદેશ મંત્રી બોલ્યા: ટૂર્નામેન્ટ તો આવતી રહેશે, ટેરરિઝમ સૌથી મોટો મુદ્દો

તડને ફડ: ભારત-પાક મેચ પર વિદેશ મંત્રી બોલ્યા: ટૂર્નામેન્ટ તો આવતી રહેશે, ટેરરિઝમ સૌથી મોટો મુદ્દો

s jaishankar

ભારતની પાકિસ્તાન અથવા કોઈ પણ દેશમાં ક્રિકેટ રમવાની સંભાવના પર વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદને ખતમ કરવા માટે પાકિસ્તાન પર નિરંતર આંતરરાષ્ટ્રીય પ્રેશર રહેવું જોઈએ અને ભારતે આ પ્રેશર બનાવી રાખવાનું નેતૃત્વ કરવું પડશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતની પાકિસ્તાન અથવા કોઈ પણ દેશમાં ક્રિકેટ રમવાની સંભાવના પર વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદને ખતમ કરવા માટે પાકિસ્તાન પર નિરંતર આંતરરાષ્ટ્રીય પ્રેશર રહેવું જોઈએ અને ભારતે આ પ્રેશર બનાવી રાખવાનું નેતૃત્વ કરવું પડશે. જયશંકરે એક જોરદાર અને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, સરહદ પાર આતંકવાદને ક્યારેય પણ સામાન્ય વાત ન સમજવી જોઈએ. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન નહીં જવાની બીસીસીઆઈની ઘોષણા બાદ એશિયા કપ 2023ને લઈને બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે વિવાદને લઈને જયશંકરે કહ્યું કે, ટૂર્નામેન્ટ તો આવી જતી રહેશે અને આપ સરાકરનું વલણ જાણો છો, જોઈએ આગળ શું થાય છે.

    આ પણ વાંચો: યુક્રેનના PM અને રશિયાના વિદેશ મંત્રીને મળ્યા એસ.જયશંકર, યુદ્ધ સમાપ્ત કરવાની કરી અપીલ

    જયશંકર એક કાર્યક્રમમાં કહ્યું કે, હું ફરી વાર કહેવા માગું છું કે, આપણે એ ક્યારેય સ્વિકાર ન કરવો જોઈએ કે, દેશ પાસે આતંકવાદને ચાલુ રાખવાનો અધિકાર છે. આપણે તેને ગેરકાયદેસર બનાવવાનું પડશે. અને તેના માટે દેશ પર આંતરરાષ્ટ્રીય પ્રેશર હોવું જોઈએ. આ પ્રેશર ત્યારે બનશે, જ્યારે આતંકવાદનો શિકાર લોકો પોતાનો અવાજ ઉઠાવશે. આપણે તેમાં નેતૃત્વ કરવાનું રહેશે, કારણ કે, આપણે આતંકવાદના કારણે લોહી વહાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વાર્ત ફરીથી શરુ થવાના મુદ્દા પર જયશંકરે કહ્યું કે, આ એક જટિલ મુદ્દો છે. જો હું આપના માથા પર બંદૂક મુકું તો શું આપ મારી સાથે વાત કરશો ? અને તેના નેતા કોણ છે, ક્યાં છે શિબિર ? તેના વિશે કોઈ રહસ્ય નથી. આપણે એ ક્યારેય ન વિચારવું જોઈએ કે, સરહદ પાર આતંકવાદ સામાન્ય બાબત છે. મને એકાદુ એવું ઉદાહરણ આપો જે એક પાડોશી બીજા વિરુદ્ધ આતંકવાદને પ્રાયોજીત કરી રહ્યું હોય, આવું કોઈ ઉદાહરણ નથી. એક રીતે જોવા જઈએ તો, આ વાત અસામાન્ય નહીં અસાધારણ છે.

    રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભારતે પોતાના નાગરિકનો પક્ષ લીધો


    જયશંકરે કહ્યું કે, રશિયા અને યુક્રેન યુદ્ધમાં સરકાર પોતાના લોકોનો પક્ષ લીધો છે. આપણે આપણો લાભ જોવાનો હતો. અને અમુક દેશોએ પહેલા આગળ આવવું પડ્યું અને આપણે એકલા નથી, જે ફટાફટ સ્થિતિ કૂટનીતિક સમાધાન ઈચ્છે છે. દુનિયામાં લગભગ 200 દેશ છે. જો આપ તેમને પુછશો, મોટા ભાગના દેશો યુદ્ધ ખતમ કરવાની વાત કરશે, ભાવ ઘટે, પ્રતિબંધો હટે મને લાગે છે કે, પ્રધાનમંત્રી મોદી દુનિયા અને વિકાસશીલ દેશોનો અવાજ બની ગયા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: S Jaishankar

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन