1962ના યુદ્ધે વૈશ્વિક મંચો પર ભારતની સ્થિતિને ઘણું નુકસાન પહોંચાડ્યું : એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકર (ફાઇલ તસવીર)

એસ. જયશંકરે પાકિસ્તાનનો સામનો કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સાહસિક પગલાંઓના' વખાણ કર્યા

 • Share this:
  નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)એ ગુરુવારે કહ્યુ કે, અતીતમાં પાકિસ્તાન (Pakistan)નો સામનો કરવાની પદ્ધતિઓથી અનેક સવાલો ઊભા થયા છે તથા 1972ના શિમલા કરાર (Shimla Agreement)ના ફળ સ્વરૂપે પાકિસ્તાન પ્રતિશોધની ભાવનમાં ડૂબી ગયું અને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં મુશ્કેલીઓ ઊભી થવા લાગી. જયશંકરે પાકિસ્તાનનો સામનો કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સાહસિક પગલાંઓના' વખાણ કર્યા. તેઓએ કહ્યુ કે, વૈશ્વિક મંચો પર ભારતની સ્થિતિ લગભગ નક્કી હતી પરંતુ ચીનની સાથે 1962ના યુદ્ધે તેને ઘણું નુકસાન પહોંચાડ્યું.

  જયશંકરે અહીં ચોથા રામનાથ ગોયન્કા સ્મૃતિ વ્યાખ્યાન માં પોતાનું વક્તવ્ય આપતાં એક એવી વિદેશ નીતિની વકાલત કરી જે યથાશક્તિવાદી નહીં પરંતુ પરિવર્તનની પ્રશંસા કરતી હોય અને તે સંદર્ભમાં 1962માં ચીનની સાથે લડાઈ, શિમલા કરાર, મુંબઈ હુમલા બાદ પ્રતિક્રિયા નહીં વ્યક્ત કરવા જેવી ભારતીય ઈતિહાસની મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો અને તેની તુલનામાં 2014 બાદ ભારતના વધુ ગતિશીલ વલણને રજૂ કર્યો.

  એસ. જયશંકરે કહ્યુ કે, જો (આજે) દુનિયા બદલાઈ ગઈ છે તો આપણે તે મુજબ, વિચારવા, વાત કરવા અને સંપર્ક ઊભા કરવાની જરૂર છે. પાછળ હટાવાથી મદદ મળવાી આશા નથી. તેઓએ આ ઉપરાંત કહ્યુ કે, રાષ્ટ્રીય હિતોનો ઉદ્દેશ્યપૂર્ણ અનુસરણ વૈશ્વિક ગતિને બદલી રહ્યું છે. ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઈપી)થી ભારત અલગ થવા અંગે વિદેશ મંત્રીએ કહ્યુ કે, ખરાબ સમજૂતી કરતાં કોઈ સમજૂતી ન હોવી તે વધુ સારું છે.

  વિદેશ મંત્રીએ વધુમાં કહ્યુ કે, વર્ષોથી ભાતની વિશ્વ મંચ પર સ્થિતિ લગભગ નિયત લાગી રહી હતી પરંતુ 1962માં ચીનની સાથે યુદ્ધે તેને ઘણું નુકસાન પહોંચાડ્યું. રામનાથ ગોયન્કા સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન 'ઇન્ડિયન એક્સપ્રેસ' સમૂહ દ્વારા કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો,

  BRICS: પીએમ મોદીએ કહ્યુ - આતંકવાદના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને 1,000 અબજ ડોલરનું નુકસાન
  અમિત શાહે કહ્યુ - રાફેલના નિર્ણયથી સાબિત થયું, સંસદમાં કરેલ હંગામો બનાવટ હતી
  Published by:Mrunal Bhojak
  First published: