વિદેશ મંત્રીએ પાક.ને ટાર્ગેટ કરતાં કહ્યુ, એકને બાદ કરતાં તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધ

News18 Gujarati
Updated: October 5, 2019, 11:36 AM IST
વિદેશ મંત્રીએ પાક.ને ટાર્ગેટ કરતાં કહ્યુ, એકને બાદ કરતાં તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધ
વિદેશ મંત્રી એસ. જયશંકર (ફાઇલ તસવીર)

આશા છે કે એક દિવસે સ્થિતિ સુધરશે અને પાકિસ્તાન પણ ભારતની સાથે ક્ષેત્રીય સહયોગમાં સામેલ થશે : એસ. જયશંકર

  • Share this:
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)થી આર્ટિકલ 370 (Article 370) હટાવવાથી ઉશ્કેરાયેલું પાકિસ્તાન (Pakistan) દુનિયાભરમાં ભારત (India)ની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં લાગી ગયું છે. જોકે, પાકિસ્તાનને ચીન (China)ને બાદ કરતાં કોઈ પણ દેશનો આ મુદ્દે સહયોગ નથી મળ્યો. મોટાભાગના દેશોએ પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ પોતાની ધરતી પરથી આતંકવાદ (Terrorism)નો ખાતમો કરે, ત્યારે ભારતની સાથે તેમના સંબંધ સારા થઈ શકે છે. આ બધાની વચ્ચે ભારતના વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકર (S. Jaishankar)એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પાકિસ્તાન સામે કટાક્ષ કરતાં કહ્યુ કે, હું જણાવવા માંગું છું કે એકને બાદ કરતાં ભારતના તમામ પાડોશી રાષ્ટ્ર સાથે સારા સંબંધ છે અને તેઓ ક્ષેત્રીય સહયોગમાં દરરોજ નવો ઈતિહાસ લખી રહ્યા છે.

આ અવસરે વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની સાથે વિભિન્ન મુદ્દાઓ- કાશ્મીર, ટ્રોડ વૉરની વાત કહી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અધ્યક્ષ બોરગે બ્રેંડ સાથે વાતચીત દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યુ, કોઈ ભાગ્યે જ અનુમાન હતું કે આર્ટિકલ 370 બંધારણમાં એક અસ્થાઈ વ્યવસ્થા હતી. આર્ટિકલ 370 લાગુ થવાના કારણે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં અનેક રાષ્ટ્રીય કાયદા લાગુ નહોતા થતા. આ બધી તેમના માટે નવી વાતો નથી.

પોતાના પાડોશીઓ સાથે સારા સંબંધો વિશે વાત કરતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યુ કે, એક પાડોશી દેશને બાદ કરતાં તમામ દેશોના ક્ષેત્રીય સહયોગના મામલામાં સારો ઈતિહાસ રહ્યો છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ પાડોશી દેશની સાથે ગતિરોધ હંમેશા આવો જ રહેશે તો તેઓએ કહ્યુ કે, આશા છે કે એક દિવસે સ્થિતિ સુધરશે અને તે દેશ પણ ભારતની સાથે ક્ષેત્રીય સહયોગમાં સામેલ થશે. વિદેશ મંત્રીએ કહ્યુ કે, આપ સૌ એક ક્ષણ માટે કાશ્મીર મુદ્દાને અલગ કરી દો.આજે દરેક દેશ બીજા દેશની સાથે વેપાર સંબંધ વધારી રહ્યો છે. વેપાર વધવાની સાથે જ દેશ દરેક સ્તરે સમૃદ્ધ થાય છે. જયશંકરે કહ્યુ કે, હું હંમેશા આશાવાદી રહું છું. હું જાણું છું કે આપણી સમક્ષ અનેક મોટા પડકારો છે. પાડોશી દેશની અમારા દેશ સાથે સમજની સમસ્યા છે, જેને તેણે દૂર કરવી પડશે.

આ પણ વાંચો,

વાયુસેના પ્રમુખ રાકેશ ભદૌરિયાએ કહ્યુ- બાલાકોટ એરસ્ટ્રાઇક ન થતી તો આતંકવાદ વધી જતો
વાયુસેનાએ ભૂલ સ્વીકારી, ભારતીય મિસાઇલથી જ ક્રેશ થયું હતું Mi-17 હૅલિકોપ્ટર
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading