Home /News /national-international /જાગો છો? પીએમ મોદીએ અડધી રાતે ફોન કરીને જગાડ્યા, વિદેશમંત્રીએ રસપ્રદ કિસ્સો યાદ કર્યો

જાગો છો? પીએમ મોદીએ અડધી રાતે ફોન કરીને જગાડ્યા, વિદેશમંત્રીએ રસપ્રદ કિસ્સો યાદ કર્યો

વિદેશ મંત્રીએ પીએમ મોદીનો રસપ્રદ કિસ્સો યાદ કર્યો

UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં પીએમ મોદી સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો યાદ કર્યો હતો.

નવી દિલ્હી: ન્યૂયોર્ક પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે, આ દરમિયાન તેમણે પીએમ મોદીના નેતૃત્વની ક્ષમતાના પણ વખાણ કર્યા અને કહ્યું કે, મોટા નિર્ણયોના પરિણામોને સંભાળવવા માટે તેમની પાસે આગવો ગુણ છે. તેઓ 'Modi@20: Dreams Meet Delivery' બુક સાથે જોડાયેલ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

વિદેશ મંત્રીએ વર્ષ 2016માં અફઘાનિસ્તાનમાં ભારતીય કોન્સ્યૂલેટ પર થયેલા હુમલાના સમયને યાદ કર્યો, તેમણે કહ્યું હતું કે, અડધી રાત થઈ હતી અને અફઘાનિસ્તાનના મઝાર એ શરીફમાં અમારા કોન્સ્યૂલેટ પર હુમલો થયો હતો, તથા અમે શું થયું છે, તે જાણવા માટે ફોન પર ફોન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ બધું ચાલી રહ્યું હતું અને આપ ફોન દ્વારા બધાને જાણકારી આપી રહ્યા હતા. ત્યાર બાદ મારા ફોનની રીંગ વાગી, જ્યારે પ્રધાનમંત્રી કોલ કરે છે, તો કોઈ કોલર આઈડી નથી આવતું. તેમનો પહેલો સવાલ હતો, - જાગો છો ?

વિદેશ મંત્રીએ આગળ જણાવ્યું કે ,પીએમ મોદીએ તેમને પૂછ્યું 'જાગો છો ? '...અચ્છા ટીવી જોઈ રહ્યા છો, તો શું થઈ રહ્યું છે ત્યાં. જયશંકરે પીએમ સાથે વાતચીતને લઈને જણાવ્યું, મેં તેમને કહ્યું કે, તેમાં અમુક કલાક લાગશે અને મેં તેમના કાર્યાલયમાં કોલ કરી દઈશ. તેના પર જવાબ આપ્યો, મને ફોન કરી દેજો. આ દરમિયાન ભારત સતત લોકોને દેશમાંથી સુરક્ષિત બહાર કાઢવાનું અભિયાનમાં સહયોગ કરી રહ્યું હતું.

આ પણ વાંચો: UNSCમાં જયશંકરે ચીનને આકરા શબ્દોમાં ફટકાર્યું, કહ્યું "આતંકવાદીઓને રાજકારણથી બચાવશો નહીં"

કેવી હતી પીએમ સાથે પ્રથમ મુલાકાત


જયશંકરે કહે છે કે, મોદીજી સાથે મળ્યા પહેલા હું તેમને પસંદ કરતો હતો. જેમ કે લોકો ફરિયાદ કરતા હતા કે હું અમુક સ્તરે લોકોને કામમાં વ્યસ્ત રાખું છું. હું હેરાન કરનારો હોઈ શકું છું. પણ જે રીતે તૈયારી તેમને કરી હતી, તે બિરદાવવા લાયક હતી.

વિદેશ મંત્રી જણાવે છે કે, પીએમ મોદી પોતાની દિવસની શરુઆત સવારે 7.30 કલાકે કરે છે. અને તે ચાલુ જ રહે છે અટકતું નથી. જ્યારે બીજા લોકો કદાચ રોકાય જાય.

તેમણે ગત વર્ષે અફઘાનિસ્તાન સંકટના સમયને યાદ કર્યો, જ્યારે દેશમાં અફઘાનિસ્તાને વિદ્રોહ કર્યો હતો અને કાબુલ પર કબ્જો કરી લીધો હતો. આ દરમિયાન ભારતે અફઘાનિસ્તાન છોડવાની ઈચ્છા ધરાવતા તમામ નાગરિકોને બચાવ અભિયાન દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

જયશંકરની મુલાકાત


સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈતર જયશંકરે છેલ્લા ત્રણ દિવસમાં રાજદ્વારી અને રાષ્ટ્ર પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. શનિવારે તેઓ મહાસભામાં દુનિયાના અન્ય નેતાઓને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ વોશિંગ્ટન માટે રવાના થશે, જ્યાં તેમની મુલાકાત અમેરિકાના સમકક્ષ એંથની બ્લિંકન સાથે થશે.
First published:

Tags: S Jaishankar, UNGA, પીએમ મોદી