પ્રદ્યુમન કેસમાં વધુ એક વિદ્યાર્થીનું નામ આવ્યું સામે, CBI કરી શકે છે ધરપકડ

Network18 | News18 Gujarati
Updated: November 10, 2017, 5:38 PM IST
પ્રદ્યુમન કેસમાં વધુ એક વિદ્યાર્થીનું નામ આવ્યું સામે, CBI કરી શકે છે ધરપકડ
પ્રદ્યુમન કેસની તપાસમાં CBIએ વધુ એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સોર્સિસની માનીયે તો CBIની શંકાની સોય વધુ એક વિદ્યાર્થી પર ગઇ છે
Network18 | News18 Gujarati
Updated: November 10, 2017, 5:38 PM IST
પ્રદ્યુમન કેસની તપાસમાં CBIએ વધુ એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સોર્સિસની માનીયે તો CBIની શંકાની સોય વધુ એક વિદ્યાર્થી પર ગઇ છે. હત્યામાં વધુ એક વિદ્યાર્થીનું સામેલ હોવાનું સામે આવ્યું છે. તેના ઘરના લોકેશનની પણ CBIએ તપાસ કરી લીધી છે. આ ઘટનામાં એક 11માં ધોરણના વિદ્યાર્થીની પેહલેથી જ ધરપકડ કરવામાં આવી છે. જુવેનાઈલ કોર્ટે તેનાં 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુરુવારે સાંજે CBI આરોપીને સોહનાની તે દુકાન પર લઈ ગયા હતા. જ્યાંથી તેણે હત્યામાં વપરાયેલું ચપ્પૂ ખરીદ્યું હતું.

CBIનું કહેવું છે
CBIએ બુધવારે જણાવ્યું કે, પ્રદ્યુમનની હત્યાના કેસમાં 11માં ધોરણમાં ભણતાં વિદ્યાર્થીની ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા પ્રમાણે આરોપી વિદ્યાર્થીએ પીટીએમ અને એક્ઝામ ટાળવા માટે મર્ડર કર્યું હતું.
જ્યારે પ્રદ્યુમનના પરિવારનું કહેવું છે કે, અમને લાગે છે કે આ કોઈ કાવતરું છે અને તેમાં પિંટો પરિવાર પણ સામેલ છે. આરોપી વિદ્યાર્થીને ફાંસીની સજા મળવી જોઈએ. આરોપી વિદ્યાર્થીને જુવેનાઈલ કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર સીબીઆઈને સોંપી દીધો છે.

બસ કંડક્ટર પોલીસ વિરુદ્ધ કરશે કેસ
અહીં રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયેલા પ્રદ્યુમન મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવેલા બસ કંડક્ટર અશોક હવે હરિયાણા પોલીસ ઓફિસરો વિરુદ્ધ કેસ કરશે. તેના પરિવારજનોનો આરોપ છે કે, અશોકને કોઈ પણ કારણ વગર ફસાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સીબીઆઈએ આ કેસમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જેને આજે સવારે દિલ્હીમાં આવેલા સીબીઆઈના હેડ ક્વાર્ટરમાં લાવવામાં આવ્યો છે.

condoctor cbi

- અશોકના પિતા અમીરચંદે જણાવ્યું હતું કે, હવે આ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે, મારા દીકરા અશોકને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. અમે ગુડગાંવ પોલીસના તે એસઆઈટી ઓપિસરો સામે કેસ કરવાનો નિર્ણય કર્યો છે જેમણે અશોકને ફસાવ્યો છે. તેને ટોર્ચર કરવામાં આવ્યો છે. એટલે સુધી કે તેને ડ્રગ્સ પણ આપવામાં આવ્યું છે કે, કે જેથી તે મીડિયા સામે હત્યાની વાત સ્વીકારી લે.
First published: November 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर