Ukraine-Russia War: અહેવાલો અનુસાર ભારતે પોતાનું ક્રાયોજેનિક એન્જિન વિકસાવ્યું છે અને 23 સેકન્ડની ફ્લાઇટમાં તેનું પરીક્ષણ કર્યું છે. હવે HSTDVનો ઉપયોગ કરીને ભારત હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવવાનો પ્રયાસ કરશે.
હાયપરસોનિક મિસાઈલ 'કિંજલ' (Kinzhal Hypersonic Missiles) અવાજની ગતિ કરતા 10 ગણી વધુ ઝડપે કોઈપણ હવાઈ સંરક્ષણ પ્રણાલીને હરાવવા સક્ષમ છે, જેનો ઉપયોગ પ્રથમ વખત યુક્રેન સામે રશિયાના યુદ્ધ (Ukraine-Russia War)માં કરવામાં આવ્યો છે. રશિયાનું કહેવું છે કે તેણે પશ્ચિમ યુક્રેનમાં હથિયારોના ભંડારને નષ્ટ કરવા માટે મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે રશિયાની 'કિંજલ' હાઈપરસોનિક મિસાઈલ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકા દ્વારા જાપાનના હિરોશિમા શહેર પર ફેંકવામાં આવેલા ફેટ મેન બોમ્બ (Fat Man Bomb) કરતા 33 ગણા વધુ ન્યુક્લિયર પેલોડ લઈ જઈ શકે છે. રશિયા જ્યારે કિંજલ મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું હતું ત્યારે તેને ગેમ ચેન્જર હોવાનું કહેવાયું હતું.
જાણો કિંજલ હાઇપરસોનિક મિસાઇલ વિશેના કેટલાક તથ્યો
1. કિંજલ હવાથી પ્રક્ષેપિત હાઇપરસોનિક મિસાઇલ છે. તેની રેન્જ 1500 થી 2000 કિમી હોવાનું કહેવાય છે. તે પોતાની સાથે 480 કિલોગ્રામ ન્યુક્લિયર પેલોડ લઈ જઈ શકે છે. કિંજલ મિસાઈલની સ્પીડ અવાજની સ્પીડ કરતા 10 ગણી વધુ ઝડપી છે, જે લોન્ચ કર્યા બાદ આંખોથી દેખાતી નથી.
2. કિંજલનો અર્થ હિન્દીમાં 'કટાર' થાય છે જેને અંગ્રેજીમાં 'ડેગર' કહેવાય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માર્ચ 2018માં કિંજલ મિસાઈલનું અનાવરણ કર્યું હોવાનું કહેવાય છે. નિષ્ણાંતોનો દાવો છે કે કિંજલનો કોન્સેપ્ટ ઈસ્કંદર-એમ જેવી જમીન પરથી છોડવામાં આવેલી શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલમાંથી આવ્યો છે.
3. લોન્ચ થયા પછી કિંજલ 4900 kmphની ઝડપે સ્પીડ પકડે છે. તેની સ્પીડ વધીને 12,350 kmph થઈ શકે છે. કહેવાય છે કે કિંજલ મિસાઈલની હુમલો કરવાની ક્ષમતા અત્યંત ખતરનાક છે. તે ખૂબ ઊંડા પ્રહાર કરી શકે છે.
4. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કિંજલ હાઈપરસોનિક મિસાઈલને એક આદર્શ હથિયાર ગણાવ્યું છે. ઓછી ઉંચાઈ પર ખૂબ જ વધુ ઝડપે ઉડાન ભરવાના કારણે આ મિસાઈલ કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમને ભેદવાની ક્ષમતા ધરાવે છે.
5. હાઈપરસોનિક મિસાઈલ વિકસાવવાની રેસમાં રશિયા આગળ છે, ત્યારબાદ ચીન અને યુનાઈટેડ સ્ટેટ્સ આવે છે. અન્ય ઘણા દેશો આ ટેક્નોલોજી વિકસાવવા પર કામ કરી રહ્યા છે.
6. કાલિનીગ્રાડમાં કિંજલ મિસાઈલ તૈનાત કરવામાં આવી હતી. તે પોલેન્ડ અને લિથુઆનિયાની સરહદે બાલ્ટિક સમુદ્રનો વિસ્તાર છે. આ ફેબ્રુઆરીની વાત છે જ્યારે રશિયા યુક્રેન નજીક તેની સેના તૈનાત કરી રહ્યું હતું. આ મિસાઈલથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે તે અંગે નિષ્ણાતોમાં મતભેદ છે. જો કે ખુદ રશિયાએ કિંજલ મિસાઈલ લોન્ચ કરવાનો દાવો કર્યો છે.
હાઈપરસોનિક મિસાઈલ ટેકનોલોજીમાં ભારત હવે ક્યાં ઊભું છે?
ભારત છેલ્લા કેટલાક વર્ષોથી હાઇપરસોનિક મિસાઇલ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે અને હાલમાં તે અમેરિકા, રશિયા અને ચીનથી પાછળ છે. સપ્ટેમ્બર 2020 માં DRDO એ હાયપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટેડ વ્હીકલ (HSTDV)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અને તેની હાઇપરસોનિક એર-બ્રેથિંગ સ્ક્રેમજેટ ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું હતું.
અહેવાલો અનુસાર ભારતે પોતાનું ક્રાયોજેનિક એન્જિન વિકસાવ્યું છે અને 23 સેકન્ડની ફ્લાઇટમાં તેનું પરીક્ષણ કર્યું છે. હવે HSTDVનો ઉપયોગ કરીને ભારત હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવવાનો પ્રયાસ કરશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પહેલાથી જ વૈજ્ઞાનિકોને હાઇપરસોનિક મિસાઇલ ટેક્નોલોજી વિકસાવવા માટે પ્રોત્સાહિત કરી ચૂક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર