Home /News /national-international /Russia Ukraine war: રશિયાનું ભયાનક પગલું, યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પરમાણુ સબમરીન દરિયામાં ઉતારી

Russia Ukraine war: રશિયાનું ભયાનક પગલું, યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પરમાણુ સબમરીન દરિયામાં ઉતારી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ પરમાણુ સબમરીન દરિયામાં ઉતારી હતી. (ફાઇલ ફોટો)

Russia Ukraine war: રશિયા દ્વારા તૈનાત ન્યુક્લિયર સબમરીન એકસાથે 16 બેલેસ્ટિક મિસાઈલ લઈ જવા માટે સક્ષમ છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે યુદ્ધની વિષમ પરિસ્થિતિમાં ક્રેમલિન પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે કોઈપણ હદ સુધી જાય તેવું લાગે છે.

વધુ જુઓ ...
    રશિયાએ યુક્રેન (Russia Ukraine war) પર હુમલો કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ બંને દેશો ન તો ઝૂકવા તૈયાર છે અને ન તો બંને વચ્ચે યુદ્ધવિરામ જેવી સ્થિતિ સર્જાઈ છે. સમયની સાથે આ યુદ્ધ વધુ ગંભીર બની રહ્યું છે. દરમિયાન અમેરિકા અને પશ્ચિમી દેશો તરફથી સતત ધમકીઓ મળ્યા બાદ હવે રશિયાએ મોટું પગલું ભર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ઉત્તર એટલાન્ટિક મહાસાગર (North Atlantic)માં પોતાની પરમાણુ સબમરીન (Nuclear Submarines) તૈનાત કરી છે.

    તમને જણાવી દઈએ કે રશિયાના આ પગલાને કારણે વિશ્વભરમાં પરમાણુ યુદ્ધનું ભયાનક સંકટ મંડરાઈ રહ્યું છે. યુરોપના મોટાભાગના દેશો ઉત્તર એટલાન્ટિક મહાસાગરની નજીક આવેલા છે અને રશિયાની પરમાણુ સબમરીનની તૈનાતીને કારણે પરમાણુ યુદ્ધનો ખતરો વધી ગયો છે.

    તમને જણાવી દઈએ કે રશિયા દ્વારા તૈનાત ન્યુક્લિયર સબમરીન એકસાથે 16 બેલેસ્ટિક મિસાઈલ લઈ જવા માટે સક્ષમ છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે યુદ્ધની વિષમ પરિસ્થિતિમાં ક્રેમલિન પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે કોઈપણ હદ સુધી જાય તેવું લાગે છે. અગાઉ નાટો દેશોએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા વિજય મેળવવા માટે કોઈપણ સીમા તોડી શકે છે.

    આ પણ વાંચો- Gold Price Today: હાલ સોનાની ખરીદી કરવી કે નહીં? જાણો બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

    રશિયા પર દેખરેખ રાખતા સંરક્ષણ નિષ્ણાતો માને છે કે પુતિન યુદ્ધમાં આક્રમક વ્યૂહરચનાના ભાગ રૂપે વારંવાર પરમાણુ ધમકીઓ આપી રહ્યા છે. અગાઉ ક્રિમિયા પર કબજો જમાવતા પહેલા પણ તેમણે પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી.

    એક રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ રશિયાએ 3 માર્ચથી પોતાના પરમાણુ હથિયારોને એલર્ટ પર મૂકી દીધા છે. રશિયા વતી નાટોને ધમકી આપતા કહ્યું કે જો યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે નાટો સરહદ પાર કરશે તો રશિયા પરમાણુ હુમલો કરવામાં બિલકુલ પીછેહઠ નહીં કરે. ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું હતું કે જો રશિયાને તેના અસ્તિત્વ પર ખતરો છે તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં બિલકુલ અચકાશે નહીં.

    આ પણ વાંચો- VIDEO: સુરતના કતારગામ વિસ્તારમાં દિવાલ પડતા 2 યુવકોનાં મોત, દુર્ઘટનાના લાઇવ CCTV આવ્યા સામે

    તમને જણાવી દઈએ કે યુક્રેન પર હુમલો કર્યાના થોડા સમય બાદ રશિયાએ પોતાના પરમાણુ પ્રતિરોધક દળોને એલર્ટ પર રાખ્યા હતા. હવે રશિયાએ સમુદ્રમાં પરમાણુ સબમરીન લોન્ચ કર્યા બાદ પશ્ચિમી એજન્સીઓ રશિયાના પરમાણુ શસ્ત્રાગાર પર ચાંપતી નજર રાખી રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Nuclear weapon, Russia, Russia and Ukraine War, Russia ukrain crisis, Russia ukraine news, Ukraine Russia War

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन