Home /News /national-international /Russia-Ukraine War: યુક્રેન યુદ્ધમાં કેટલા સૈનિકો માર્યા ગયા? રશિયન વેબસાઇટે આકસ્મિક રીતે ડેટા જાહેર કર્યા
Russia-Ukraine War: યુક્રેન યુદ્ધમાં કેટલા સૈનિકો માર્યા ગયા? રશિયન વેબસાઇટે આકસ્મિક રીતે ડેટા જાહેર કર્યા
રશિયાની વેબસાઇટ પર સૈનિકોના મૃત્યુ સાથે સંબંધિત આંકડા જાહેર થઇ ગયા.
Russia-Ukraine War News: એવી અટકળો ચાલી રહી હતી કે રશિયાની વેબસાઇટ પર યુક્રેનિયન સમર્થિત કર્મચારીએ સૈનિકોના મૃત્યુ સાથે સંબંધિત આંકડા જાહેર કર્યા હતા. જો કે, આને પણ તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું હતું કે યુક્રેનમાં અત્યાર સુધીમાં 9 હજાર 861 સૈનિકોના મોત થયા છે અને 16 હજાર 153 ઘાયલ છે.
રશિયા યુક્રેન (Russia-Ukraine War) પરના હુમલાની ભારે કિંમત ચૂકવી રહ્યું છે. યુદ્ધમાં સૈનિકોના મૃત્યુના આંકડા આના સંકેત આપી રહ્યા છે. મોસ્કોની એક વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 10 હજાર રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા 2 માર્ચે રશિયાના સંરક્ષણ મંત્રાલયે (Russian Defence Ministry) પણ આંકડા જાહેર કર્યા હતા. જેમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા લગભગ 500 હોવાનું કહેવાય છે.
સ્પુટનિક ન્યૂઝ અનુસાર, મૃત્યુના આંકડા મોસ્કોના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ અપડેટનો ભાગ છે. આ Komsomolskaya Pravdaની વેબસાઇટ પરથી દૂર કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ સરકાર સમર્થિત વેબસાઇટ છે.
એવી અટકળો ચાલી રહી હતી કે રશિયાની વેબસાઇટ પર યુક્રેનિયન સમર્થિત કર્મચારીએ સૈનિકોના મૃત્યુ સાથે સંબંધિત આંકડા જાહેર કર્યા હતા. જો કે, આને પણ તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું હતું કે યુક્રેનમાં અત્યાર સુધીમાં 9 હજાર 861 સૈનિકોના મોત થયા છે અને 16 હજાર 153 ઘાયલ છે.
આ દરમિયાન યુક્રેને દાવો કર્યો હતો કે 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે અમેરિકાએ 7 હજાર મૃત્યુનો અંદાજ લગાવ્યો હતો. ખાસ વાત એ છે કે વર્ષ 1979માં અફઘાનિસ્તાનમાં લગભગ 15,000 સોવિયત સૈનિકો માર્યા ગયા હતા.
ડેઈલી મેઈલના એક અહેવાલમાં બ્રિટિશ ઈન્ટેલિજન્સનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે રશિયન દળો પણ મોટી સફળતા હાંસલ કરી રહ્યા છે. તેઓએ યુક્રેનિયન લક્ષ્યોને નિશાન બનાવવા માટે ડ્રોનનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. રશિયન દળોએ તુર્કીમાં બનેલી મોટી સંખ્યામાં ટીબી 2નો પણ નાશ કર્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુક્રેનની જમીનથી હવાઈ સંરક્ષણ પણ રશિયન દળો દ્વારા ઉથલાવી દેવામાં આવી હશે.
અહેવાલમાં જણાવાયું છે કે રશિયાએ પુરવઠાની પુનઃસ્થાપના પછી કેટલાંક શહેરો પર બોમ્બમારો વધાર્યો છે. તેમાં ખાસ કરીને મેરીયુપોલ, ખાર્કીવ, સુમી અને ચેર્નિહિવ શહેરોના નામનો સમાવેશ થાય છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર