COVID-19: વેક્સીન તૈયાર કરવાનો રશિયાનો દાવો, કહ્યું- ટેસ્ટિંગ પૂર્ણ થયું

COVID-19: વેક્સીન તૈયાર કરવાનો રશિયાનો દાવો, કહ્યું- ટેસ્ટિંગ પૂર્ણ થયું
સેન્ટર ફોર ક્લીનિકલ રિસર્ચ ઓન મેડિકેશનની પ્રમુખ ઇલીનાએ જણાવ્યું કે રિસર્ચ પૂરું કરી લેવામાં આવ્યું છે અને તેનાથી સાબિત થાય છે કે વેક્સીન સુરક્ષિત છે

સેન્ટર ફોર ક્લીનિકલ રિસર્ચ ઓન મેડિકેશનની પ્રમુખ ઇલીનાએ જણાવ્યું કે રિસર્ચ પૂરું કરી લેવામાં આવ્યું છે અને તેનાથી સાબિત થાય છે કે વેક્સીન સુરક્ષિત છે

  • Share this:
    મોસ્કોઃ રશિયા (Russia)ની સેકેનોફ યુનિવર્સિટી (Sechenov University)માં નવા કોરોના વાયરસ (Novel Coronavitus)ની વેક્સીનના Volunteers પર ક્લીનિકલ પરીક્ષણ (Clinical Test) પૂરું કરી લેવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં આ પરીક્ષણની મુખ્ય શોધકર્તા ઇલીના સ્મોલયારચુક (Chief Researcher Elena Smolyarchuk)એ જણાવ્યું કે પરીક્ષણમાં સામે આવેલા પરિણામમાં વેક્સીન પ્રભાવી સિદ્ધ પણ થઈ છે.

    સેકેનોફ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ક્લીનિકલ રિસર્ચ ઓન મેડિકેશન (Center for Clinical Research on Medications)ની પ્રમુખ ઇલીના સ્મોલયારચૂકે જણાવ્યું કે રિસર્ચ પૂરું કરી લેવામાં આવ્યું છે અને તેનાથી સાબિત થાય છે કે વેક્સીન સુરક્ષિત છે. Volunteersને 15 જુલાઈ અને 20 જુલાઈએ ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. ભારતમાં રશિયાના દૂતાવાસે આ સંબંધમાં ટ્વિટ કરતાં આ વાતની જાણકારી આપી અને તેને કોવિડ-19ની વિરુદ્ધ દુનિયાની પહેલી વેક્સીન ગણાવી.




    આ પણ વાંચો, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય વિરુદ્ધ હાવર્ડ અને MIT બાદ જૉન્સ હોપિકિન્સ યુનિવર્સિટી પહોંચી કોર્ટ

    ડિસ્ચાર્જ કર્યા બાદ Volunteers દેખરેખ હેઠળ રહેશે, રશિયા દૂતાવાસે ટ્વિટ કરી આપી જાણકારી

    યુનિવર્સિટીથી ડિસ્ચાર્જ કર્યા બાદ Volunteersને દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ યુનિવર્સિટીમાં જે વેક્સીનનું પરીક્ષણ કરવામાં આવશે. આ પહેલા 18 જૂને 18 Volunteersના એક સમૂહને વેક્સીન આપવામાં આવી. જ્યારે Volunteersના બીજા સમૂહને આ વેક્સીન 23 જૂને આપવામાં આવી હતી.

    આ પણ વાંચો, મોટી બેદરકારીઃ કોરોના દર્દીનો મૃતદેહ સગા-વહાલા રિક્ષામાં લઈ ગયા

    ભારતમાં પણ પ્રથમ કોરોના વેક્સીન તૈયાર કરી લેવામાં આવી છે અને હવે તે ટ્રાયલ ચરણમાં છે. ભારતના ત્રણ મેડિકલ ઓર્ગેનાઇઝેશને મળી આ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), નેશનલ ઇનસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (National Institute of Virology) અને ભારત બાયોટેકે સંયુક્ત પ્રયાસથી કોવેક્સીન નામની એક વેક્સીનને તૈયાર કરી છે.
    Published by:Mrunal Bhojak
    First published:July 13, 2020, 07:37 am

    ટૉપ ન્યૂઝ