Home /News /national-international /

Russian-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા 3 ભારતીયોને રશિયન સૈનિકોએ બચાવ્યા, સુરક્ષિત મોકલ્યા ભારત

Russian-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા 3 ભારતીયોને રશિયન સૈનિકોએ બચાવ્યા, સુરક્ષિત મોકલ્યા ભારત

રશિયન સૈનિકો દ્વારા ભારતીય નાગરિકોને બચાવાયા

Indians Stranded Rescued in Ukraine: મોસ્કોમાં ભારતીય દૂતાવાસે ત્રણ ભારતીયોને સિમ્ફેરોપોલ અને મોસ્કો થઈને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. જેમાંથી એક વિદ્યાર્થી અને બે બિઝનેસમેન છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યુ હતુ. આ અંતર્ગત લગભગ 22,500 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ભારત પરત આવી શક્યા.

વધુ જુઓ ...
    યુક્રેન :છેલ્લા 21 દિવસથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. રશિયાએ ખેરસન શહેર પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. અહીં ફસાયેલા 3 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. અહીં ફસાયેલા ભારતીયોને રશિયન સેના દ્વારા સિમ્ફેરોપોલ ​​અને મોસ્કો થઈને બહાર કાઢવામાં આવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે રશિયન સેનાએ યુક્રેનિયન વિસ્તારમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરી છે. પૂર્વીય સરહદ અને રશિયામાંથી ભારતીયોનો બહાર નીકળવાનો આ પહેલો કિસ્સો છે.

    મોસ્કોમાં ભારતીય દૂતાવાસે આ ત્રણ ભારતીયોને સિમ્ફેરોપોલ અને મોસ્કો થઈને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. જેમાંથી એક વિદ્યાર્થી અને બે બિઝનેસમેન છે.

    આ પણ વાંચો - કૉંગ્રેસની કારમી હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું, પત્રમાં લખ્યા ફક્ત આ પાંચ શબ્દો

    અમદાવાદના 2 નાગરિકોને બચાવાયા


    મોસ્કોમાં દૂતાવાસના એક રાજદ્વારીએ મંગળવારે મીડિયાને કહ્યું, “અમે સિમ્ફેરોપોલ ​​માટે બસની વ્યવસ્થા કરી. આ પછી ત્રણેય ભારતીયોને ટ્રેન દ્વારા મોસ્કો લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મોસ્કોથી તેમને ભારત મોકલવામાં આવ્યા છે. આમાંથી 1 વિદ્યાર્થી ચેન્નાઈનો છે, જ્યારે બંને બિઝનેસમેન અમદાવાદના છે.

    જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા હતા. ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કર્યા. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને ત્યાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ માંગી. પુતિને ભારતીયોની મદદની ખાતરી પણ આપી હતી. આ પછી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ દરમિયાન, મોટાભાગના ભારતીયો નીકળી ગયા હતા, પરંતુ કેટલાક હજુ પણ ફસાયેલા છે.

    આ પણ વાંચો - અમેરિકાના પ્રતિબંધોની અવગણના! North Koreaએ લોન્ચ કરી નવી મિસાઈલ

    22,500 ભારતીય નાગરિકો સુરક્ષિત પરત ફર્યા


    વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીયોને રશિયામાં બેલગોરોડ અને કુર્સ્ક થઈને પણ પરત લાવવામાં આવશે. આ પગલું ઓપરેશન ગંગા હેઠળ લેવામાં આવશે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યુ હતુ. આ અંતર્ગત લગભગ 22,500 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ભારત પરત આવી શક્યા.

    90 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ


    ઓપરેશન ગંગા હેઠળ 90 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી છે, જેમાંથી 76 સિવિલિયન ફ્લાઈટ્સ અને 14 આઈએએફ ફ્લાઈટ્સ હતી. રોમાનિયા, પોલેન્ડ, હંગેરી અને સ્લોવાકિયાથી ઇવેક્યુએશન ફ્લાઇટ્સ ભારતમાં આવી. ભારતીયોની સાથે બાંગ્લાદેશ, નેપાળ, અમેરિકા, ફ્રાન્સ, કેનેડા અને બ્રિટનના નાગરિકો સહિત 18 અન્ય દેશોના ઘણા નાગરિકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Russia, Russia ukraine war, Ukraine, Ukraine crisis

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन