Home /News /national-international /મહિલા ડોક્ટરો સાથે ઈલાજના બદલે મજા કરી રહ્યા છે રશિયન સૈનિકો, આખી રાત હવસનો શિકાર બનાવીને...
મહિલા ડોક્ટરો સાથે ઈલાજના બદલે મજા કરી રહ્યા છે રશિયન સૈનિકો, આખી રાત હવસનો શિકાર બનાવીને...
russian soldiers molesting nurses
RUSSIA VS UKRAINE: આ યુદ્ધના કારણે રશિયા માટે યુદ્ધ લડી રહેલા સૈનિકો માટે કેટલાક ડોકટરો અને નર્સોને યુક્રેન મોકલવામાં આવ્યા છે. હવે આમાંથી કેટલાક લોકોએ દુનિયા સામે રશિયન સૈનિકોની કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો છે.
2022 માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયુ ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે તેમને યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. પણ બંને દેશો વચ્ચે લાંબુ ચાલે એવું યુદ્ધ થયું અને આ યુદ્ધ આજે પણ ચાલુ છે. આ યુદ્ધથી બંને દેશોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ યુક્રેન એક નાનો દેશ હોવાથી તેનું નુકસાન વધુ છે. જોકે, આ નાનકડા દેશે જે રીતે રશિયાનો સામનો કર્યો છે, તે પણ પ્રશંસનીય છે. બીજી તરફ આ યુદ્ધમાં રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. ઘણા સૈનિકોના મૃત્યુ પછી પણ યુદ્ધ ચાલુ છે. અને ક્યારે તેનો અંત આવે તેનો કોઈ અંદાજ લગાવી શકાય અમે નથી.
રશિયન સૈનિકોની કાળી કરતૂત
આ યુદ્ધના કારણે રશિયા માટે યુદ્ધ લડી રહેલા સૈનિકો માટે કેટલાક ડોકટરો અને નર્સોને યુક્રેન મોકલવામાં આવ્યા છે. હવે આમાંથી કેટલાક લોકોએ દુનિયા સામે રશિયન સૈનિકોની કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. તે લોકો તેમની સારવાર માટે જાય છે પરંતુ સૈનિકો તેને પોતાની હવસનો શિકાર બનાવે છે. તેઓના કહેવા અનુસાર આ સૈનિકો તેમનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સૈન્યના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ આ ગંદી હરકત કરી રહ્યા છે. રેડિયો ફ્રી યુરોપને ઈન્ટરવ્યુ આપવા આવેલા એક રશિયન ઓફિસરે આ વાતનો ખુલાસો કર્યો હતો.
કેવી રીતે કર્યો ખુલાસો?
એક રશિયન અધિકારીએ યુદ્ધ દરમિયાન ડોકટરો અને નર્સો પર કરવામાં આવતા આ હવસના અત્યાચારનો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે સૈનિકો આ ડૉક્ટરોને ખોરાક બનાવવા, કપડાં ધોવા એટલું જ નહીં તેમની સાથે સૂવા માટે પણ દબાણ કરે છે. જોકે તેણે પોતાની ઓળખ છુપાવી છે. પોતાની ઓળખ છુપાવતી વખતે મહિલાએ અન્ય ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે.
તેણે એમ પણ કહ્યું કે જે પણ ડૉક્ટર આવું કરવાનો ઇનકાર કરે છે તેને સખત સજા આપવામાં આવે છે અને પછી તેની સાથે મારપીટ પણ કરવામાં આવે છે. પહેલા તો જ્યારે તેણીએ પોતાની આંખોથી આ બધું જોયું ત્યારે તેણીને વિશ્વાસ થયો નહોતો. પણ તેણે ખાતરી પૂર્વક કહ્યું હતું કે આ હકીકત છે.
એક આર્મી ઓફિસરે પણ સ્વીકાર્યું
પોતાની ઓળખ છુપાવતી વખતે મહિલાએ અન્ય ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. રશિયન આર્મીના સર્વોચ્ચ સ્તરે પહોંચેલા આ અધિકારીએ જણાવ્યું હતુ કે એક સમયે તે પણ ગંદા કામ કરવા માટે મજબૂર હતો. પરંતુ જ્યારે તેણે ના પાડી તો તેને કેટલાક મહિનાઓ સુધી ટોર્ચર કરવામાં આવ્યો.
એવા સ્થળે કે જ્યાં દરેક જણ ઠંડીમાં ગરમ ચાદરમાં તંબુની અંદર સૂતા હતા, ત્યાં તેને બહાર ખુલ્લામાં સૂવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. તેમની ટીમની અન્ય સાત મહિલાઓ પણ ગુલામ બનવા માટે સંમત થઈ હતી. આવી સ્થિતિમાં તેમને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર