મિત્ર રશિયાના રાષ્ટ્રપતિ પહોંચ્યા ભારત, મોદીને મળી આવો હતો પુતિનનો અંદાજ

બંને નેતાઓ ઇરાનના કાચા તેલની આયાત પર અમેરિકાના પ્રતિબંધો સહિત મુખ્ય ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દા પર પણ વિચાર વિમર્શ કરવાની સંભાવના છે.

બંને નેતાઓ ઇરાનના કાચા તેલની આયાત પર અમેરિકાના પ્રતિબંધો સહિત મુખ્ય ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દા પર પણ વિચાર વિમર્શ કરવાની સંભાવના છે.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસીય ભારત યાત્રાએ છે, ગુરુવારે તેઓએ ભારત પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તેમનું સ્વાગત કર્યું હતું. પુતિનની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.

  ભારતમાં શુક્રવારે 19મું ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય શિખર સમ્મેલન યોજાશે. આ સમ્મેલનમાં બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે, જેમાં મુખ્ય મુદ્દો મિલિટરી હથિયારોનો રહેશે. આ સિવાય રશિયન રક્ષા કંપનીઓ સામે અમેરિકાના પ્રતિબંધોને ધ્યાને રાખી મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય રક્ષા મદદની સમીક્ષા કરવામાં આવી શકે છે.

  અહીં ક્લિક કરી વાંચો: હવે ગમે તેને ઘુંટણીએ પાડી દેશે ભારત, રશિયા આપશે આપશે આ હથિયાર

  Welcome to India, President Putin.  બંને નેતાઓ ઇરાનના કાચા તેલની આયાત પર અમેરિકાના પ્રતિબંધો સહિત મુખ્ય ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દા પર પણ વિચાર વિમર્શ કરવાની સંભાવના છે.

  યાત્રા દરમિયાન જોર s- 400 ટ્રાયઅંફ મિસાઇલ પ્રણાલી કરાર થશે, ક્રેમલિનના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે કહ્યું કે આ યાત્રાની ખાસ વતા S-400 વાયુ રક્ષા પ્રણાલીની આપૂર્તિના કરાર પર હસ્તાક્ષર છે. આ કરાર પાંચ અરબ ડોલરનો હશે.
  Published by:Sanjay Vaghela
  First published: