હજુ ચાલુ છે ISISની કત્લેઆમ, દરરોજ કરી રહ્યાં 10 લોકોની હત્યા

  • Share this:
    રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને એક સમિટમાં આતંકી ગ્રુપ ISISએ 700 લોકોનું અપહરણ કર્યુ હોવાનો ખુલાસો કર્યો છે. રશિયાના સોચી સિટીમાં બ્લેક સી રિસોર્ટમાં મળેલી વાલ્ડાઇ ફોરમમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને આ ચોંકાવનારી વિગતો આપી હતી. જે અનુસાર, ઇસ્ટ સીરિયાના રેફ્યૂજી કેમ્પમાંથી આતંકી જૂથ ISISએ મહિલાઓ અને બાળકો સહિત 700 લોકોને બંધક બનાવ્યા અને આતંકીઓ દરરોજ 10 લોકોની એક પછી એક હત્યા કરી રહ્યાં છે.

    ગત અઠવાડિયે ઇસ્લામિક આતંકવાદી જૂથના આતંકીઓએ ઇસ્ટ સીરિયાના ડેર-અલ ઝોર વિસ્તારમાં આવેલા રેફ્યૂજી કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓએ યુએસ અને યુરોપિયન નેશન્સ સહિત 130 પરિવારોને બંધક બનાવ્યા હતા. આ વિદેશી બંધકો ફોરેન ફાઇટર્સ અથવા સહાયક કામદારો છે. આતંકીઓના મોનિટરિંગ ગ્રુપે પોતાના સોશિયલ મીડિયા પર જે તસવીરો જાહેર કરી છે તેમાં આઇએસઆઇએસના આતંકીઓ યુએસ સમર્થિત સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસના કેમ્પ પર હુમલો કરતાં અને લોકોને બંધક બનાવતા જોવા મળે છે. આઇએસઆઇએસ આતંકીઓએ ઇસ્ટ સીરિયામાં યુએસ સમર્થિત ફોર્સ પર ગત 13 ઓક્ટોબરના રોજ હુમલો કરી 130 પરિવારોને બંધક બનાવી હાજિન શહેર નજીક લઇ ગયા હોવાના રિપોર્ટ છે.

    સીરિયામાં સીવિલ વૉર મોનિટરિંગ કરતાં બ્રિટનના હ્યુમન રાઇટ્સ રિપોર્ટ અનુસાર, જે પરિવારોને બંધક બનાવવામાં આવ્યા છે તેમાં વિદેશી મહિલાઓ ઉપરાંત આઇએસઆઇએસ આતંકીઓની વિધવાઓ પણ સામેલ છે. સમિટમાં પ્રેસિડન્ટ પુતિને જણાવ્યું કે, આઇએસઆઇએસ લીડર્સે બંધકોને મુક્ત કરતા સામે કેટલીક માગણીઓ રાખી છે, પરંતુ તે કઇ છે તેના વિશે હજુ સ્પષ્ટતા નથી. જો કે, હ્યુમન ઓબ્ઝર્વેટરીના આ અઠવાડિયાના રિપોર્ટ અનુસાર, આતંકી ગ્રુપ અને ઓબ્ઝર્વેટરી ઓથોરિટી વચ્ચે વાટાઘાટો શરૂ થઇ ગઇ છે. આતંકીઓએ હાલ ખોરાક અને મેડિકલ સપ્લાયની માગણી સામે રાખી છે.

    પુતિને કહ્યું કે, આતંકીઓએ અલ્ટિમેટમ ઇશ્યુ કર્યુ છે, ચોક્કસ માગણીઓ સામે રાખી છે અને ધમકી પણ આપી છે કે, જો તેઓના અલ્ટિમેટમને ગંભીરતનાથી નહીં લેવામાં આવે તો તેઓ દરરોજ 10 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારશે. એક દિવસ પહેલાં જ તેઓએ 10 લોકોને બેરહેમીપૂર્વક મારી નાખ્યા છે. પુતિને કહ્યું કે, આ ભયંકર અને વિનાશક છે. આ મહિનાની શરૂઆતમાં આઇએસઆઇએસ આતંકીઓ અને યુએસ સમર્થિત સીરિયન ડેમોક્રેટિક ફોર્સ વચ્ચે થયેલી અથડામણ બાદ ઇસ્ટ સીરિયાના રેફ્યૂજી કેમ્પ ડેર-અલ ઝોર પર હુમલો કરવામાં આવ્યો છે.

    સીરિયન ડેમોક્રેટિક ફોર્સ (SDF) અનુસાર, હાજિન રેફ્યૂજી કેમ્પમાં ગત 13 ઓક્ટોબરના રોજ અપહરણ બાદ થયેલી અથડામણમાં 20 આઇએસઆઇએસ આતંકી અને કેટલાંક એસડીએફ ફાઇટર્સના મોત થયા છે. હ્યુમન ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર, છેલ્લાં બે વર્ષમાં અમેરિકા અને સીરિયન ફોર્સના કારણે આઇએસઆઇએસએ સીરિયા અને ઇરાકના પોતાના સ્વ-ઘોષિત અધિકારક્ષેત્રોમાંથી પકડ ગુમાવ્યા બાદ આતંકીઓ સામાન્ય નાગરિકો પર હુમલાઓ કરી રહ્યા છે. જેથી ISIS આતંકીઓ હજુ પણ શક્તિશાળી અને વિનાશક છે તેવું સાબિત થઇ શકે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ યુનાઇટેડ નેશન્સે (UN) એસડીએફને હાજિનમાં યુદ્ધ મુદ્દે ચેતવણી આપી હતી. યુએન અનુસાર, એસડીએફ અનુસાર, સીરિયામાં હજુ પણ અંદાજિત 3,000થી વધુ આઇએસઆઇએસ આતંકીઓ છે જેઓ હજારો નિર્દોષ નાગરિકો પર હુમલો કરી રહ્યા છે.
    Published by:Sanjay Vaghela
    First published: