રશિયા: યાત્રીઓ ભરેલુ વિમાન થયું ક્રેશ, તમામ 71 મુસાફરોના મોત

આ વિમાન મોસ્કોથી બહાર રામસેસ્કી જીલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે....

આ વિમાન મોસ્કોથી બહાર રામસેસ્કી જીલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે....

  • Share this:
    રશીયાનું એક વિમાન ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. જેમાં વિમાનના સ્ટાફ સહિત તમામ 65 મુસાફરોના મોત નિપજ્યા છે.

    મળતી માહિતી મુજબ, મોસ્કોથી ઉડાન ભર્યા બાદ 71 મુસાફરોને લઈ જતુ રશિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં 65 મુસાફર અને 6 ક્રુ મેમ્બર સહિત તમામના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

    રશિયાની સેરાટોવ એરલાયન્સ એ - 144 જેટ જ્યારે રડારથી બહાર થઈ ગયું ત્યારે તે ઓસ્ક્ર શહેરના માર્ગ પર હતું.

    રશિયન સમાચાર એજન્સિઓના જણાવ્યા અનુસાર, આ વિમાનમાં 65 યાત્રીઓ અને 6 ક્રુમેમ્બર હતા. અને આ વિમાન મોસ્કોથી બહાર રામસેસ્કી જીલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

    ઘટનાને પ્રત્યક્ષ જોનાર વ્યક્તિએ જણાવ્યું કે, જ્યારે વિમાન ક્રેશ થઈ નીચે આવી રહ્યું હતું ત્યારે એવું લાગી રહ્યું હતું કે, જાણે કોઈ આગનો ગોળો જમીન પર આવી રહ્યો છે.

    દુર્ઘટના એવા વિસ્તારમાં થઈ હતી, જ્યાં બચાવકાર્યની ટીમે પહોંચવું મુશ્કેલ હતું, જેથી બચાવકાર્યની ટીમ પગપાળા ત્યાં મદદે પહોંચી હતી.

    રશિયન મીડિયા દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી વિમાન દુર્ઘટનાનો વીડિયો મુકવામાં આવ્યો છે. જે જગ્યા પર દુર્ઘટના સર્જાઈ છે, તે વિસ્તાર બરફથી છવાયેલો છે. આ વીડિયોમાં વિમાનના દુર્ઘટનાગ્રસ્ત કાટમાળને જોઈ શકાય છે.

    Published by:kiran mehta
    First published: