Home /News /national-international /Russian Nuclear Submarine: રશિયાની શક્તિશાળી પરમાણુ સબમરીન થઈ ગુમ, નાટો દેશોમાં ફેલાયો ભયનો માહોલ

Russian Nuclear Submarine: રશિયાની શક્તિશાળી પરમાણુ સબમરીન થઈ ગુમ, નાટો દેશોમાં ફેલાયો ભયનો માહોલ

રશિયાની શક્તિશાળી પરમાણુ સબમરીન થઈ ગુમ

Russian Nuclear Submarine: રશિયાની સૌથી શક્તિશાળી પરમાણુ સબમરીન બેલ્ગોરોડ આર્કટિક સર્કલના બંદર પરથી ગાયબ થઈ ગઈ છે. આ સબમરીનને વિનાશક હથિયાર પણ કહેવામાં આવે છે. તેની ગુમ થવાને કારણે નાટો દેશો તણાવમાં આવી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, રશિયા મહાન વિનાશક પોસાઇડનનું પરમાણુ પરીક્ષણ કરી શકે છે.

વધુ જુઓ ...
    રશિયા: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે નાટો દેશો અચાનક સતર્ક થઈ ગયા છે. રશિયાની સૌથી શક્તિશાળી પરમાણુ સબમરીન બેલ્ગોરોડ આર્કટિક સર્કલના એક બંદર પરથી ગુમ થઈ ગઈ છે. આ સબમરીનને વિનાશક હથિયાર પણ કહેવામાં આવે છે. તેના ગુમ થયા બાદ નાટોએ તેના સભ્ય દેશોને એલર્ટ કરી દીધા છે. રશિયાની બેલ્ગોરોડ સબમરીન તેના વ્હાઇટ સી બેઝ પર જોવામાં આવતી નથી. તેની ગુમ થવાને કારણે નાટો દેશો તણાવમાં આવી ગયા છે. એવી સંભાવના પણ છે કે, રશિયા મહાન વિનાશક પોસાઇડનનું પરમાણુ પરીક્ષણ કરી શકે છે. રશિયાની આ સબમરીન ઘણી શક્તિશાળી માનવામાં આવે છે અને નિષ્ણાતો કહે છે કે, અમેરિકા પાસે પણ તેનો તોડ નથી.

    આ પણ વાંચો: રશિયન હથિયારોથી રશિયાની સેના પર હુમલો, યુક્રેન માટે T-72 ટેન્ક વરદાનરૂપ બન્યું

    પરમાણુ સબમરીનના ગુમ થવાથી અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે કે, રશિયા બેલ્ગોરોડની પોસેઇડન શસ્ત્ર પ્રણાલીના પરીક્ષણની યોજના બનાવી રહ્યું છે, જેમાં પરમાણુ હથિયારોથી સજ્જ ડ્રોનનો સમાવેશ થાય છે. રશિયાએ દાવો કર્યો છે કે, આ સિસ્ટમ રેડિયોએક્ટિવ સુનામી પેદા કરવામાં સક્ષમ છે. ડ્રોનને કોઈપણ સમયે સબમરીનમાંથી તૈનાત કરી શકાય છે અને દરિયાકાંઠાના શહેરની નજીક દરિયામાં એક કિલોમીટરની ઉંડાઈએ વિસ્ફોટ કરી શકાય છે.

    રશિયાના સરકારી મીડિયા અનુસાર, આ ડ્રોનથી થતા વિસ્ફોટથી સમુદ્રમાં 1600 ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે. આ તરંગો કોઈપણ દરિયાકાંઠાના શહેરને નષ્ટ કરી શકે છે.વિશ્વની સૌથી લાંબી ગણાતી આ 600 ફૂટની સબમરીનને જુલાઈમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તેમના ટોપ સિક્રેટ પ્રોગ્રામના ભાગરૂપે રશિયન નેવીને સોંપી હતી.



    કહેવામાં આવી રહ્યું છે કે, રશિયાની આ સબમરીનને તોડી શકે તેટલી સુપર પાવર અમેરિકા પાસે પણ નથી. આ માટે અમેરિકા અને નાટો દેશો તેના પર નજર રાખે છે. નોટો દેશોએ સબમરીનની ગેરહાજરીને કારણે ચેતવણી જાહેર કરી છે. રશિયાની ન્યુક્લિયર સબમરીન કારા સર્કલમાં હોઈ શકે છે. એવી આશંકા છે કે, રશિયા આ 30 હજાર ટનની સબમરીનથી કારા સર્કલમાં મેગા-વિનાશક પરીક્ષણ કરી શકે છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Russia and Ukraine War, Russia news, Submarine

    विज्ञापन
    विज्ञापन