મોસ્કોઃ રશિયા (Russia)ની એક મૉડલના દર્દનાક મોત પાછળનું કારણ તેનો iPhone છે. આ મૉડલે બાથટબમાં સ્નાન કરવા દરમિયાન પોતાનો ફોન ચાર્જિંગ કરવા મૂક્યો હતો. તે બાથટબમાં સૂતી-સૂતી iPhoneનો ઉપયોગ કરી રહી હતી. આ દરમિયાન ફોન હાથમાથી છટકીને પાણીમાં પડી ગયો અને વીજળીનો જોરદાર કરંટ લાગવાથી તેનું મોત થઈ ગયું.
ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, 24 વર્ષીય મૉડલ ઓલેસા સેમેનોવા (Olesya Semenova) રશિયાના Arkhangelsk શહેરમાં પોતાની એક મિત્રની સાથે રહેતી હતી. મંગળવારે જ્યારે તેની મિત્ર ઘરે પહોંચી તો તેને લાગ્યું કે ઓલેરા બહાર ગયેલી છે. જોકે જે તે બાથરૂમમાં ઘૂસી તો તેના હોશ ઊડી ગયા. મિત્ર દારિયાએ જણાવ્યું કે ઓલેવા પીળી પડી ગઈ હતી અને તે શ્વાસ પણ નહોતી લેતી. હું ખૂબ જ ગભરાઈ ગઈ અને પોલીસને ફોન કર્યો. મેં તેને સ્પર્શ કરીને તપાસવાનો પ્રયાસ કર્યો તો મને પણ વીજળીનો આંચકો લાગ્યો. તેનો ફોન પાણીમાં પડ્યો હતો અને ચાર્જિંગ પર લાગેલો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે ઓલેવાનું મોત કરંટ લાગવાથી થયું છે. ઓલેવાએ ફોન ચાર્જિંગ માટે જે સોકેટનો ઉપયોગ કર્યો હતો તે મેઇન લાઇન હતી અને તેનો આઇફોન-8 પાણીમાં પડી ગયો હતો. ઓલેવા અનેકવાર બાથટબમાં બેસીને વીડિયો બનાવતી હતી અને આ દરમિયાન કદાચ આ દુર્ઘટના પણ બની.
મળતી જાણકારી મુજબ, જો સોકેટ મેઇન લાઇનનું ન હોત તો શોર્ટ સર્કિટ બાદ ઓલેવનો જીવ બચી શકતો હતો. ફોન બંધ થઈ શકતો હતો પરંતુ વોટરપ્રૂફ હોવાના કારણે તે ઘણી વાર સુધી ઓન જ રહ્યો અને ચાર્જર પણ કામ કરતો રહ્યો. રશિયામાં જ આ પહેલા 15 વર્ષીય યુવતી અન્નાનું પણ બાથરૂમમાં ફોનના કારણે વીજળીનો કરંટ લાગવાથી મોત થયું હતું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર