બ્લેક સી પર અમેરિકન ડ્રોન સાથે અથડાયા બાદ રશિયન ફાઇટર જેટ ક્રેશ થયું
ફાઇલ તસવીર
MQ-9 રીપર ડ્રોન યુએસ સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા સૌથી અપડેટેડ માનવરહિત એરક્રાફ્ટ (UAV) પૈકીનું એક છે. તે સૌથી અદ્યતન સેન્સર, કેમેરા અને શસ્ત્ર પ્રણાલીથી સજ્જ છે અને લાંબા ગાળા માટે ઊંચાઈ પર ઉડી શકે છે.
મોસ્કોઃ કાળા સમુદ્ર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં એક રશિયન ફાઈટર જેટ અમેરિકન ડ્રોન સાથે અથડાયું હતું. એએફપીના સમાચાર અનુસાર, બે Su-27 ફાઈટર જેટે ટકરાતા પહેલાં કેટલીય વાર તેની સામે ફ્યૂઅલ ડંપ કરીને MQ-9 નામના આ ડ્રોનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કાળો સમુદ્ર યુરોપ અને એશિયા વચ્ચે આવેલો છે. રશિયા અને યુક્રેન સિવાય તે બીજા ઘણાં દેશોથી ઘેરાયેલું છે.
યુએસ એરફોર્સના જનરલ જેમ્સ હેકરે જણાવ્યુ હતુ કે, ‘અમારું MQ-9 ડ્રોન આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં નિયમિત ઓપરેશન કરી રહ્યું હતું. જ્યારે તેને રોકીને રશિયન જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ડ્રોન પણ સંપૂર્ણપણે નાશ પામ્યું છે.’
આ ઘટના અંગે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ જો બાઇડનને કાળા સમુદ્ર પર ડ્રોન દુર્ઘટના વિશે જાણકારી આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તાનું કહેવું છે કે, MQ-9 ક્રેશ કરનારું રશિયન વર્તન ‘અસુરક્ષિત, અવ્યાવસાયિક અને અવિચારી’ હતું. ત્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ વિશે રશિયા સાથે વાત કરવાનું વિચારી રહ્યું છે.
અમેરિકાનું સૌથી શક્તિશાળી ડ્રોન MQ-9 રીપર છે
MQ-9 રીપર ડ્રોન યુએસ સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા સૌથી અપડેટેડ માનવરહિત એરક્રાફ્ટ (UAV) પૈકીનું એક છે. તે સૌથી અદ્યતન સેન્સર, કેમેરા અને શસ્ત્ર પ્રણાલીથી સજ્જ છે અને લાંબા ગાળા માટે ઊંચાઈ પર ઉડી શકે છે.
આ ડ્રોન વિવિધ પ્રકારના મિશન હાથ ધરવા સક્ષમ છે, જેમાં ગુપ્ત માહિતી એકત્ર કરવા અને ઊંચાઈ પરથી દુશ્મનના ટાર્ગેટ પર લક્ષિત હુમલાનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર