Home /News /national-international /Sergey Lavrov India Visit: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ ભારત પહોંચ્યા

Sergey Lavrov India Visit: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ ભારત પહોંચ્યા

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારત પહોંચ્યા. (ફોટો સૌજન્ય ANI)

Sergey Lavrov India Visit: લવરોવની મુલાકાત દરમિયાન ભારત રશિયા સાથે તેલ અને દ્વિપક્ષીય વેપાર માટે ચુકવણી પ્રણાલી પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ભારત રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમના સાધનો અને સૈન્ય હથિયારોની સમયસર સપ્લાઈ પર પણ ભાર આપી શકે છે.

વધુ જુઓ ...
  રશિયા યુક્રેન વચ્ચેના (Russia Ukraine War) યુદ્ધ સંકટ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ (sergey lavrov) ગુરુવારે ભારત પહોંચ્યા હતા. લવરોવ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ ચૌધરીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. લવરોવ આ પહેલા એક દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા હતા જ્યાં તેમણે અફઘાનિસ્તાનના મુદ્દા પર એક બેઠકમાં હાજરી આપી હતી. રશિયા દ્વારા 24 ફેબ્રુઆરીએ યુક્રેન વિરુદ્ધ શરૂ કરાયેલી સૈન્ય કાર્યવાહી બાદ રશિયાના વિદેશ મંત્રી (Sergey Lavrov India Visit)ની આ પ્રથમ ભારત મુલાકાત છે.

  રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લવરોવ 1 એપ્રિલે પીએમ મોદી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. એવું માનવામાં આવે છે કે બંને દેશો વચ્ચેની આ બેઠકમાં યુક્રેન મુખ્ય ચર્ચાનો વિષય હશે. બેઠકમાં ભારત આગ્રહ કરી શકે છે કે યુદ્ધનો મુદ્દો શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.

  આ પણ વાંચો- LSG vs CSK: રોબિન ઉથપ્પાએ મચાવી ધમાલ, ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌને આપ્યો 211 રનનો ટાર્ગેટ

  એવું માનવામાં આવે છે કે લવરોવની મુલાકાત દરમિયાન ભારત રશિયા સાથે તેલ અને દ્વિપક્ષીય વેપાર માટે ચુકવણી પ્રણાલી પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ભારત રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમના સાધનો અને સૈન્ય હથિયારોની સમયસર સપ્લાઈ પર પણ ભાર આપી શકે છે.  યુક્રેન પરના યુદ્ધ પર અન્ય ઘણી મોટી શક્તિઓથી વિપરીત, ભારતે યુક્રેન પરના આક્રમણ માટે રશિયાની હજુ સુધી ટીકા કરી નથી અને રશિયન આક્રમણની નિંદા કરતા ઠરાવો પર યુએન ફોરમમાં મતદાન કરવાનું ટાળ્યું છે.

  આ પણ વાંચો- Price Hike: CNG-PNG અને LPG સિલિન્ડરના ભાવ ફરી વધશે, સરકારે ઘરેલુ ગેસના ભાવ બમણા કર્યા

  ત્યાં જ ગયા ગુરુવારે યુક્રેનમાં માનવીય સંકટ પર રશિયા દ્વારા રજૂ કરાયેલા ઠરાવ પર મતદાન દરમિયાન ભારત ગેરહાજર રહ્યું હતું. આ સંઘર્ષ પર ભારતનું નિષ્પક્ષ વલણ દર્શાવે છે.

  સંઘર્ષ શરૂ થયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી, 2 માર્ચ અને 7 માર્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે બે વખત વાત કરી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: India Russia, Russia and Ukraine War, Russia news, Russian Army, Russian president

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन