Video: હૉસ્પિટલમાં ભીષણ આગ લાગી તો પણ ઓપરેશન ચાલુ રાખીને ડૉક્ટરોએ બચાવ્યો દર્દીનો જીવ

Video: હૉસ્પિટલમાં ભીષણ આગ લાગી તો પણ ઓપરેશન ચાલુ રાખીને ડૉક્ટરોએ બચાવ્યો દર્દીનો જીવ
રશિયાના ઇમરજન્સી મંત્રાલયે કહ્યું કે, આઠ ડોક્ટરો અને નર્સોની ટીમ આગ વચ્ચે બે કલાકમાં આ ઓપરેશન પુરૂ કર્યું.

રશિયાના ઇમરજન્સી મંત્રાલયે કહ્યું કે, આઠ ડોક્ટરો અને નર્સોની ટીમ આગ વચ્ચે બે કલાકમાં આ ઓપરેશન પુરૂ કર્યું.

  • Share this:
    રશિયામાં (Russia) ડૉક્ટરોએ (Doctors) પોતાના કામ પ્રત્યે એવી સમર્પણ ભાવના દર્શાવી છે કે, વિશ્વના તમામ લોકો તેમની પ્રસંશા કરી રહ્યાં છે. રાજધાની મોસ્કોથી પૂર્વમાં સ્થિત બ્લાગોવેંશ્વેંસ્ક (Blagoveshchensk) શહેરમાં એક હૉસ્પિટલના ઉપરના ભાગમાં અચાનક આગ લાગી ગઇ હતી. આ દરમિયાન ડૉક્ટરોની એક ટીમ દર્દીનું ઓપન હાર્ટ ઓપરેશન કરી રહી હતી. આગ લાગ્યા બાદ ડૉક્ટરોએ સુરક્ષિત ભાગવાની જગ્યાએ દર્દીનું ચાલુ ઓપરેશન પુરૂં કર્યું. કારણ કે , તે સમયે જો દર્દીને છોડી દેતા કે અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવતો તે તેનું મોત નીપજી શકતું હતું. દર્દીનો જીવ બચાવવા માટે ડૉક્ટરોની ટીમે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો.

    રશિયાના ઇમરજન્સી મંત્રાલયે કહ્યું કે, આઠ ડોક્ટરો અને નર્સોની ટીમ આગ વચ્ચે બે કલાકમાં આ ઓપરેશન પુરૂ કર્યું. ઓપરેશન પુરૂ થયા બાદ દર્દીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. સાથે જ 128 અન્ય લોકોને તાત્કાલિક હૉસ્પિટલમાંથી કાઢવામાં આવ્યા. એક તરફ જ્યાં હૉસ્પિટલની બિલ્ડિંગમાંથી જોરદાર ધુમાડો આવતો હતો, તો બીજી તરફ ડૉક્ટરોની ટીમે પોતાના જીવની ચિંતા કર્યા વિના સર્જરી ચાલુ રાખી હતી અને આ ઓપરેશનમાં તેમને સફળતા પણ મળી હતી.



    વકરી રહ્યો છે કોરોના, મેના અંત સુધીમાં 1.4 કરોડની પાર જઇ શકે છે આંકડો: રિસર્ચ

    માત્ર 9 રુપિયામાં મળી રહ્યો છે LPG ગેસ સિલિન્ડર, આ રીતે મેળવો શાનદાર ઓફરનો લાભ

    બે કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ હૉસ્પિટલના ઉપરના માળે લાગેલી ભયાનક આગને કાબુમાં લીધી હતી. એક વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે, તેમા હોસ્પિટલના ઉપરના માળે આગની ભીષણ જ્વાળાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. પ્રથમ દૃષ્ટિએ, કોઈપણ આ આગને જોઈને ડરશે જાય પરંતુ ફાયરના જવાનોએ બહાદુરીથી આ આગને હૉસ્પિટલના અન્ય વિસ્તારોમાં ફેલાવવાથી અટકાવી દીધી હતી.



    દર્દીનું ઓપરેશન કરનાર સર્જન વેલેંટીન ફિલાટોવ (Valentin Filatov) આર.એન. ટી.વી.ને જણાવ્યું હતું કે, આપણે બીજું કંઇ કરી શકીએ નહીં, અમારે કોઈપણ કિંમતે દર્દીનો જીવ બચાવવાનો હતો. તેમણે જણાવ્યું કે, દર્દીનું હાર્ટઓપરેશન હતું, દર્દીને છોડી શકાય નહીં.
    Published by:Kaushal Pancholi
    First published:April 04, 2021, 09:09 am

    ટૉપ ન્યૂઝ