ભારત પહોંચી સ્પૂતનિક-Vની બીજી ખેપ, રશિયાના રાજદૂતે કહ્યુ- દર વર્ષે 85 કરોડ ડોઝ બનાવવાની આશા

રશિયાના રાજદૂતે કહ્યું કે સ્પૂતનિક V ‘રશિયન-ભારતીય વેક્સીન’ છે, ટૂંક સમયમાં સિંગલ ડોઝ સ્પૂતનિક લાઇટ ભારતમાં રજૂ કરવાનો પ્લાન છે

રશિયાના રાજદૂતે કહ્યું કે સ્પૂતનિક V ‘રશિયન-ભારતીય વેક્સીન’ છે, ટૂંક સમયમાં સિંગલ ડોઝ સ્પૂતનિક લાઇટ ભારતમાં રજૂ કરવાનો પ્લાન છે

  • Share this:
    નવી દિલ્હી. રશિયા (Russia)ની કોરોના વાયરસ (Coronavirus)ની વેક્સીન (Covid Vaccine) સ્પૂતનિક V (Sputnik V)ની બીજી ખેપ પણ રવિવારે ભારત પહોંચી ગઈ છે. તે હૈદરાબાદ (Hyderabad)માં પ્લેનથી લાવવામાં આવી. તેની સાથે જ ભારતમાં રશિયાના રાજદૂત એન. કુદાશેવ (N Kudashev)એ કહ્યું છે કે ભારતમાં સ્પૂતનિક V વેક્સીનનું ઉત્પાદન વધારીને દર વર્ષે 85 કરોડ ડોઝ કરવાની આશા છે.

    સમાચાર એજન્સી એએનઆઇ મુજબ, રશિયાના રાજદૂતે કહ્યું કે સ્પૂતનિક V ‘રશિયન-ભારતીય વેક્સીન’ છે. તેની સાથે જ આશા છે કે ભારતમાં તેનું ઉત્પાદન ઝડપથી વધશે. આ ઉપરાંત તેઓએ એવું પણ કહ્યું કે ભારતમાં ટૂંક સમયમાં જ રશિયાની સિંગલ ડોઝ કોરોના વેક્સીન સ્પૂતનિક લાઇટ (Sputnik Lite)ને પણ લાવવાનો પ્લાન છે. તેની પ્રભાવશીલતા વિશે સમગ્ર વિશ્વ જાણે છે.

    આ પણ જુઓ, આવી રીતે ચૂપચાપ ઈંડા ચોરી રહ્યો હતો પોલીસ હેડ કોન્સ્ટેબલ, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ

    રશિયાના રાજદૂતે કહ્યું કે, રશિયામાં જુલાઈ 2020થી લોકોના રસીકરણ માટે આ વેક્સીનો ઉપયોગ થઈ રહ્યો છે. રશિયાના વિશેષજ્ઞોએ કહ્યું છે કે આ કોરોના વાયરસના નવા સ્ટ્રેનની વિરુદ્ધ પણ પ્રભાવી છે.

    આ પણ વાંચો, Wow! ઉંમર 67 વર્ષ, ઓક્સિજન લેવલ 99, જાણો દાદાજીના પીપળના ઝાડ પર આસન જમાવવાનું રહસ્ય!

    રવિવારે હૈદરાબાદમાં સ્પૂતનિકની બીજી ખેપ પહોંચી. બીજી તરફ ભારતમાં તેની પહેલી ખેપ પહેલી મેના રોજ સેન્ટ્રો ડ્રગ્સ લેબોરેટરીના ક્લિયરન્સ બાદ પહોંચી હતી. દેશમાં વેક્સીનની અછતની વચ્ચે ગુરુવારે કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે સ્પૂતનિક V વેક્સીન આગામી સપ્તાહથી બજારમાં ઉપલબ્ધ હશે.

    શુક્રવારે હૈદરાબાદની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં સ્પૂતનિક લૉન્ચ કરી. તે ભારતમાં આ વેક્સીન માટે પાર્ટનર છે. તેની કિંમત 995 રૂપિયા હોઈ શકે છે. CNN-News18 સાથે ડૉ. રેડ્ડીઝના ઉચ્ચ અધિકારીએ શનિવારે કહ્યું હતું કે આગામી 8થી 10 મહિનામાં ભારતને સ્પૂતનિકના 25 કરોડ ડોઝ મળશે. ભારતમાં તેનું ઉત્પાદન જુલાઈથી શરૂ થશે.
    Published by:Mrunal Bhojak
    First published: