Home /News /national-international /

VIDEO: યુક્રેનમાં રશિયન સેનાનો સૈનિક રડવા લાગ્યો, લોકોએ ભોજન આપ્યું અને માતા સાથે વાત કરાવી

VIDEO: યુક્રેનમાં રશિયન સેનાનો સૈનિક રડવા લાગ્યો, લોકોએ ભોજન આપ્યું અને માતા સાથે વાત કરાવી

યુક્રેનિયન લોકોએ રશિયન જવાનને ભોજન આપ્યું અને વીડિયો કોલ દ્વારા તેની માતા સાથે વાત કરાવી હતી.

Russia Ukraine War: રશિયા (Russia)એ યુક્રેન (Ukraine) પર હુમલો કર્યો છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રશિયન સેનાનો એક સૈનિક રડી રહ્યો છે. યુક્રેનિયન લોકોએ રશિયન જવાનને ભોજન આપ્યું અને વીડિયો કોલ દ્વારા તેની માતા સાથે વાત કરાવી હતી.

વધુ જુઓ ...
    રશિયાએ યુક્રેન પર હુમલો (Russia Attack on Ukraine) કર્યો છે અને તેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. આ યુદ્ધના (Russia-Ukraine War) ભયાનક દ્રશ્યો વિશ્વભરના લોકોના હૃદયને હચમચાવી નાખે છે. રશિયન સૈનિકો (Russian Army)ની બર્બરતાના સમાચાર વચ્ચે એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, જેમાં રશિયન સેનાનો એક જવાન રડી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રશિયન સૈનિકે યુક્રેનમાં આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ યુક્રેનના લોકોએ તેને ભોજન આપ્યું અને ફોન દ્વારા તેની માતા સાથે વાત કરાવી હતી. રશિયન સૈનિક તેની માતા સાથે વાત કરતાં કરતા ભાવુક થઇ ગયો હતો અને રડવા લાગ્યો હતો.

    આ વીડિયોને અમેરિકન મીડિયા સર્વિસ વોલ સ્ટ્રીટ જર્નલ સાથે જોડાયેલા એક રિપોર્ટરે ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે યુક્રેનમાં સ્થાનિક લોકોએ એક રશિયન સૈનિકને પકડ્યો છે, લોકોએ ભૂખ્યા સૈનિકને ભોજન પણ આપ્યું હતું. વીડિયોમાં તે જમતો જોઈ શકાય છે. વાયરલ વીડિયો અનુસાર રશિયન સૈનિક કંઈક ખાઈ રહ્યો છે અને ગરમ પીણું પી રહ્યો છે. આ દરમિયાન જ્યારે તેને તેની માતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરાવવામાં આવી ત્યારે તે ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. આ યુવાન સૈનિક વિશે વધુ માહિતી મળી શકી નથી. આ વીડિયો ક્યારે અને ક્યાં બનાવવામાં આવ્યો તે અંગે પણ સ્પષ્ટતા નથી થઇ શકી.

    આ પણ વાંચો- Russia-Ukraine War: યુક્રેનિયન ખેડૂતોએ કરોડોની કિંમતની રશિયન ટેન્કને લગાવી આગ! Video થયો વાયરલ

    જોકે વીડિયોમાં કેટલાક નાગરિકો યુવાન રશિયન સૈનિકની આસપાસ ઊભેલા જોવા મળે છે. તેઓ યુક્રેનિયન સ્થાનિક હોઈ શકે છે અને કેટલાક સૈનિકો પણ દેખાઈ રહ્યા છે. ત્યાં જ એક મહિલા તેની માતાના વીડિયો કોલ દ્વારા તેના ફોનથી રશિયન સૈનિક સાથે વાત કરી રહી છે. અહીં ઉભો રશિયન સૈનિક સતત રડી રહ્યો છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં ઘૂસેલા ઘણા રશિયન સૈનિકો સગીર છે અને તેઓ નથી જાણતા કે આ યુદ્ધ શા માટે અને કોના માટે થઈ રહ્યું છે? આનું કારણ શું હશે? તેમને આ અંગે કોઈ જાણકારી નથી.

    શિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia-Ukraine War)ને એક સપ્તાહ વીતી ગયું છે. આ દરમિયાન બંને દેશો દ્વારા અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે અને યુદ્ધ સાથે જોડાયેલા તમામ વીડિયો પણ વાયરલ (Russia-Ukraine War video ) થઈ રહ્યા છે.

    આ પણ વાંચો- Russia-Ukraine Impact: હવે LPG સિલિન્ડરના ભાવ પણ આસમાને પહોંચશે! વિધાનસભા ચૂંટણી બાદ ભાવ વધશે

    રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહ્યું છે. યુદ્ધમાં પરમાણુ હુમલાની પણ ધમકી આપવામાં આવી રહી છે અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ (Russia Foreign Minister Sergei Lavrov) દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધશે તો તેના પરિણામો વિનાશક આવશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Fight video viral, Russia and Ukraine War, Russia Ukraine, Russia ukraine news, Russia war with ukraine, Russia-Ukraine Conflict, Ukraine war, Viral videos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन