રશિયન એરલાઇન્સમાં વંશીય ભેદભાવ, કાળો રંગ જોઈને 5 પ્રવાસીને દિલ્હી મોકલ્યા

News18 Gujarati
Updated: March 28, 2018, 11:29 AM IST
રશિયન એરલાઇન્સમાં વંશીય ભેદભાવ, કાળો રંગ જોઈને 5 પ્રવાસીને દિલ્હી મોકલ્યા

  • Share this:
રશિયાની એરલાઇન્સ 'એરોફ્લોટ'માં વંશીય ભેદભાવનો કેસ સામે આવ્યો છે. ફરિયાદ પ્રમાણે, પાંચ એશિયન-અમેરિકન મુસાફરોને ન્યૂયોર્ક જતી ફ્લાઇટમાંથી એટલા માટે ઉતારી મૂકવામાં આવ્યા હતા, કારણ કે તેમના શરીરનો રંગ કાળો હતો. રશિયન એરલાઇન્સે આ પાંચેય મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પરત મોકલી દીધા હતા.

બ્રિટનના પ્રસિદ્ધ વર્તમાનપત્ર 'ધ ઇન્ડિપેન્ડેન્ટ'ના રિપોર્ટ પ્રમાણે એરોફ્લોટની ફ્લાઇટમાંથી ઉતારી મૂકવામાં આવેલા તમામ મુસાફરો દક્ષિણ એશિયન મૂળના છે. એરોફ્લોટ સ્ટાફે આ યાત્રિકોને ચેતવણી આપી હતી કે જો તેમણે બીજા પ્લેનમાં બેસવાનો ઇન્કાર કર્યો તો તેમને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે.

એરોફ્લોટની ફ્લાઇટમાંથી ઉતારી મૂકવામાં આવેલા તમામ પાંચેય મુસાફરો સાતમી જાન્યુઆરીના રોજ દિલ્હીથી અમેરિકાની યાત્રા કરવાના હતા, પરંતુ ભારે બરફવર્ષાને કારણે જોન એફ કેનેડી એરપોર્ટ પર તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એવામાં આ તમામ મુસાફરો મોસ્કોમાં ફસાઈ ગયા હતા.

રશિયન એરલાઇન્સે ત્યારે જગ્યા ન હોવાનું બહાનું બનાવીને તમામ મુસાફરોને બીજી ફ્લાઇટમાં શિફ્ટ કરી દીધા હતા. તેમનું કહેવું હતું કે આ તમામ મુસાફરો પાસે ટ્રાન્ઝિટ વિઝા ન હતા. એવામાં રશિયાના કાયદા પ્રમાણે 24 કલાકથી વધારે સમય માટે તેઓ ન તો એરપોર્ટ કે રશિયામાં રોકાઇ શકે છે. આ માટે તેમને બીજી ફ્લાઇટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

જોકે, મુસાફરોએ એરલાઇન્સની દલીલને ખોટી ગણાવતા કહ્યું હતું કે, તેમણે મોસ્કોથી યુએસ એમ્બેસીમાં ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અમેરિકન નાગરિકોને તેમની મરજી વિરુદ્ધ કોઈ ત્રીજા દેશમાં ડિપોર્ટ કરવા ગેરકાયદેસર છે.

એમ્બેસી પર એ વખતે હાજર અધિકારીનું કહેવું હતું કે તેણે અનેક વખત એરલાઇન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એરોફ્લોટે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.દિલ્હી પરત ફર્યા બાદ મુસાફરોને માલુમ પડ્યું હતું કે આગામી ચાર અઠવાડિયા સુધી એરોફ્લોટની કોઈ પણ ફ્લાઇટ ન્યૂયોર્ક માટે ઉડાન નહીં ભરે. પાંચમાંથી ચાર મુસાફરોએ ફરિયાદ કરી કે તેમણે એરોફ્લોટને કારણે મોંઘી ટિકિટ લઈને વોશિંગ્ટન ડીસી માટે ફ્લાઇટ પકડવી પડી હતી. જ્યારે પાંચમાં મુસાફરને છ દિવસ બાદ મિયામીની ફ્લાઇટ મળી ગઈ હતી.
First published: March 28, 2018, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading