ભારત માટે 200 કામોવ હેલિકોપ્ટર બનાવશે રશિયા

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 2, 2017, 8:01 PM IST
ભારત માટે 200 કામોવ હેલિકોપ્ટર બનાવશે રશિયા

  • Share this:

ભારત માટે 200 કામોવ સૈન્ય હેલિકોપ્ટરનું ઉત્પાદન ચાર તબક્કામાં કરવામાં આવશે. આનો હેતુ ઇન્ડો-રશિયન સંયુક્ત સાહસ હેઠળ તેના મુખ્ય ઘટકોની તકનીકીના ટ્રાન્સફરને સુનિશ્ચિત કરવાનું છે. આ કાર્યક્રમ સાથે જોડાયેલ એક વરિષ્ઠ રશિયન અધિકારીએ આની જાણકારી આપી


ભારત અને રશિયાના સંયુક્ત સાહત હેઠળ 200 કામોવ 226ટી હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવામાં આવસે. આ કરાર હેઠળ રશિયા 60 હેલિકોપ્ટર ભારતને ચાલુ હાલતમાં આપશે. વધેલા 140 હેલિકોપ્ટરનું નિર્માણકાર્ય ભારતમાં થશે. આ માટે બંને દેસો વચ્ચે એક અરબ ડોલરનો કરાર કરવામાં આવ્યો ચે.


કામોવ-226ટી કાર્યક્રમના નિર્દેશક દમિત્રી શ્વેટ્સએ કહ્યું કે, 'આ પરિયાજના એક અંતર-સરકારી કરાર આધારે લાગુ કરવામાં આવશે. આના માટે રશિયન પક્ષે ઉદ્યોગિક હસ્તાંતરણ અને ગ્રાહક દેશ (ભારતે)માં તેનું નિર્માણ થાય તે માટે ઉચ્ચ સ્તરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાની જવાબદારી ઉઠાવી છે'.તેમણે જણાવ્યું કે, સ્થાનિકરણ હેઠલ હેલિકોપ્ટરના ઉત્પાદનના ચાર તબક્કા રહેશે, જેમાં હેલિકોપ્ટર અને તેના મુખ્ય ઘટકોની તકનીકીના ટ્રાન્સફરને સુનિશ્ચિત કરવાનું પણ શામેલ છે.

First published: December 2, 2017
વધુ વાંચો
अगली ख़बर