રશિયાના વ્લાદિમીર પુતિનનો છઠ્ઠો કાર્યકાળ શરૂ, રાષ્ટ્રપતિ પદના લીધા શપથ

News18 Gujarati
Updated: May 7, 2018, 6:02 PM IST
રશિયાના વ્લાદિમીર પુતિનનો છઠ્ઠો કાર્યકાળ શરૂ, રાષ્ટ્રપતિ પદના લીધા શપથ
વ્લાદિમીર પુતિને સોમવારે ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમનો સોમવારથી છ વર્ષનો ચોથો કાર્યકાળ શરૂ થયો છે. પુતિન અત્યાર સુધી લગભગ 20 વર્ષનો લાંબો કાર્યકાળ પુરો કરી ચુક્યો છે.

વ્લાદિમીર પુતિને સોમવારે ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમનો સોમવારથી છ વર્ષનો ચોથો કાર્યકાળ શરૂ થયો છે. પુતિન અત્યાર સુધી લગભગ 20 વર્ષનો લાંબો કાર્યકાળ પુરો કરી ચુક્યો છે.

  • Share this:
વ્લાદિમીર પુતિને સોમવારે ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમનો સોમવારથી છ વર્ષનો ચોથો કાર્યકાળ શરૂ થયો છે. પુતિન અત્યાર સુધી લગભગ 20 વર્ષનો લાંબો કાર્યકાળ પુરો કરી ચુક્યો છે.

રશિયાના બંધારણની શપથ લઇને પુતિને કહ્યું હતું કે રશિયા તેના વર્તમાન અને ભવિષ્ય માટે દરેક સંભવ કામ કરવું એ મારી ફરજ અને મારા જીવનનું લક્ષ્ય માનું છું. પુતિન 1999થી જ સત્તામાં છે. માર્ચમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં 76.7 ટકા વોટ મળ્યા હતા. પુતિને રશિયામાં તેમના સમર્થક અને પ્રેમ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું છે કે, આપણે આપણી ધરતીનું ગૌરવ ફરીથી જીવીત કર્યું છે. રાષ્ટ્રાધ્યક્ષ હોવાના નાતે રશિયાની તાકાત અને સમૃદ્ધિ વધારવા માટે દરેક સંભવ પ્રયત્ન કરીશ.

રશિયાના રાષ્ટ્રપિતના રૂપમાં પુનિતના ચોથો કાર્યકાળ પશ્વિમની સાથે ખુબ જ તણાવપૂર્ણ સંબંદ અને વિપક્ષની સામે કાર્યવાહી વચ્ચે શરૂ થયો છે. માત્ર બે દિવસ પહેલા જ વિપક્ષના નેતા એલેક્સી નાવાલ્ની સહિત આશરે 1600 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા હતા.

રશિયાના રાષ્ટ્રપતિએ પોતાના પાછલા કાર્યકાળ દરમિયાન 2014માં ક્રિમિયાને યુક્રેનથી અલગ કરી દીધું. સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદના પક્ષમાં સૈન્ય અભિયાન શરૂ કર્યું. પુતિનને પોતાના નવા કાર્યકાળ દરમિયાન રશિયાના લોકોના જીવન સ્તર સુધારવાનો વાયદો કર્યો છે. જોકે, પુતિન પોતાના ઉત્તરાધિકારી વિશે કોઇ સંકેત આપ્યો નથી.
First published: May 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading