ચોંકાવનારો VIDEO: ડમ્પરે ડઝનબંધ વાહનોનો કાઢી નાખ્યો કચ્ચરઘાણ, બેનાં મોત

News18 Gujarati
Updated: July 2, 2020, 11:44 AM IST
ચોંકાવનારો VIDEO: ડમ્પરે ડઝનબંધ વાહનોનો કાઢી નાખ્યો કચ્ચરઘાણ, બેનાં મોત
ઓવરસ્પીડ ડમ્પરનો ડ્રાઇવર બ્રેક મારવાનું ભૂલી ગયો, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

ઓવરસ્પીડ ડમ્પરનો ડ્રાઇવર બ્રેક મારવાનું ભૂલી ગયો, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

  • Share this:
મોસ્કોઃ રશિયા (Russia)માં એક એવો રૂંવાડા ઊભા કરી દેતો અકસ્માત થયો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) ઉપર પણ ઘણો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. રશિયાના ચેલ્યાબિન્સ્ક (Chelyabinsk) પ્રોવિન્સમાં ઉરલ હાઈવે પર થોડા દિવસ પહેલા એક ટ્રક હોવાના કારણે સંતુલન ગુમાવી બેઠી અને આગળ જતાં ડઝનબંધ વાહનોને કચડી દીધા. મળતી જાણકારી મુજબ, આ ઘટનામાં બે લોકોનાં મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

RTના અહેવાલ મુજબ, આ ખતરનાક ઘટના 16 જૂને M-5 ઉરલ હાઈવે પર બની. ટ્રક ચાલકના જણાવ્યા મુજબ, તે ઘણી ઓવરસ્પીડમાં ડ્રાઇવ કરી રહ્યો હતો અને તેને અંદાજો ન રહ્યો કે ક્યારે સંતુલન બગડી ગયું.


આ પણ વાંચો, મહિલાઓ સામે માસ્ટરબેટ કરનારા ઇન્સ્પેક્ટરની ધરપકડ, નોકરીમાંથી હાંકી કઢાયા

તેણે જણાવ્યું કે તે બ્રેક ન મારી શક્યો અને આ દુર્ઘટના બની. ટ્રક ચાલક મુજબ તેને ખબર નહોતી કે આગળ ટ્રાફિક રોકાયેલો છે. તેણે વિચાર્યું કે રોડ ખાલી છે અને તે ટ્રકને ઘણી સ્પીડમાં ચલાવી રહ્યો હતો.

આ પણ વાંચો, સુશાંતે આત્મહત્યા કરી ત્યારે ઘરે હાજર જ હતો તેનો મિત્ર સિદ્ધાર્થ, પોલીસે ફરી કરી પૂછપરછ
CCTV કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના


હાઇવે પર લાગેલા સર્વેલન્સ કેમેરાના આ ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રક ડ્રાઇવારે બ્રેક મારી જ નહોતી અને આગળ ઊભેલી તમામ ગાડીઓને કચડી દીધી. આ ઘટનામાં 5 કાર અને અનેક સાર્વજનિક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રકની ઝપટમાં આવીને અનેક કારનો તો કચ્ચર ઘાણ નીકળી ગયો. ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.
First published: July 2, 2020, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading