Home /News /national-international /Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર કર્યો વેક્યુમ બોમ્બનો ઉપયોગ, જાણો કેટલો ઘાતક છે આ બોમ્બ
Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર કર્યો વેક્યુમ બોમ્બનો ઉપયોગ, જાણો કેટલો ઘાતક છે આ બોમ્બ
રશિયા અને યુક્રેનમાં ચાલુ છે યુદ્ધ
What is Vacuum bomb: યુક્રેનનાં રાજદુતે કહ્યું કે, રશિયાએ યુક્રેનની સાથે ચાલી રેહલાં યુદ્ધમાં વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. આવો જાણીએ, કેટલો ખતરનાંક છે આ બોમ્બ. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ કહ્યું કે, એવો એક રિપોર્ટ જરૂર છે. પણ આ મામલે કોઇ અધિકૃત જાણકારી નથી મળી. જેનનું કહેવું છે કે, જો આ સત્ય છે તો આ યુદ્ધમાં કરવામાં આવેલો સૌથી મોટો અપરાધ માનવામાં આવશે.
Vacuum Bomb Explained in Gujarati: રશિયા અને યુક્રેનમાં (Russia Ukraine War) છેડાયેલાં યુદ્ધની વચ્ચે કેટલાંક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રશિયાએ યુક્રેનમાં યુદ્ધ દરમિયાન વેક્યુમ બોમ્બ (Vacuum Bomb)નો ઉપયોગ કર્યો છે. ધ મિરરની રિપોર્ટ મુજબ, આ વાત સામે આવી છે. આ દાવો યુક્રેનનાં અમેરિકાનાં રાજદુત ઓકસાના માર્કારોવાએ કર્યો છે. તેમણે કહ્યું કે, રશિયાનાં આ વિધ્વંસકારી બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બ પર જેનેવા કન્વેશન દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
ઓકસાના માર્કારોવાએ દાવો કર્યો છે કે, રશિયાએ આ બોમ્બનો ઉપયોગ એરસ્ટારઇક દરમિયાન કર્યો હતો. રશિયાનાં રાષ્ટ્રપતિએ હાલમાં દેશની ન્યુકિલિયર ફોર્સને તૈયાર રહેવા કહ્યું હતું.
CNN દ્વારા જે રિપોર્ટ શેર કરવામાં આવ્યો છે તે અનુસાર, શનિવારે બપોરે રશિયાનાં થર્મોબારિક મલ્ટીપલ રોકેટ લોન્ચરને યુક્રેન બોર્ડર પર લોન્ચ કરવામાં આવ્યા તો વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ કહ્યું કે, એવો એક રિપોર્ટ જરૂર છે. પણ આ મામલે કોઇ અધિકૃત જાણકારી નથી મળી. જેનનું કહેવું છે કે, જો આ સત્ય છે તો આ યુદ્ધમાં કરવામાં આવેલો સૌથી મોટો અપરાધ માનવામાં આવશે.
આ બોમ્બ કેટલો ખતરનાક- આમ તો વેક્યૂમ બોમ્બને ઓફિશિયલી Thermobaric Weapons પણ કહેવામાં આવે છે. આ દુનિયાનાં સૌથી ખતરનાક હથિયારમાંથી એક છે. તેની અંદર એક્સપ્લોસિઝ ફ્યુઅલ અને કેમિકલ ભરેલો હોય છે. જે વિસ્ફોટ થવા પર સુપરસોનિક તરંગો પેદા કરે છે. એક વખત તે ફાટે છે તો વિસ્ફોટ થવાં પર તેનાં રસ્તામાં જે પણ આવે છે તે તમામને નષ્ટ કરી નાંખે છે.
" isDesktop="true" id="1184403" >
આ કેવો હુમલો, જેમાં બની ગઇ પેઇન્ટિંગ- તો રશિયાએ યુક્રેન પર હુમલા દરમિયાન ઘણી ઉંચી ઉંચી ઇમારતો પર પેઇન્ટિંગ બનાવી છે. આ લાલ અને નારંગીની ક્રોસ સાઇનમાં છે. આ અજીબ પેઇન્ટિંગ કીવ ઉપરાંત ખારકિવ અને અન્ય શહેરમાં પણ નજર આવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર