Home /News /national-international /Russia Ukraine war: વિદ્યાર્થીઓ શા માટે યૂક્રેનમાં મેડિકલ અભ્યાસ કરવાનું પસંદ કરે છે?

Russia Ukraine war: વિદ્યાર્થીઓ શા માટે યૂક્રેનમાં મેડિકલ અભ્યાસ કરવાનું પસંદ કરે છે?

કેન્દ્રએ નિર્ણય લીધો છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી બેઠકો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે. (ફાઇલ ફોટો)

Russia Ukraine crisis - ઘણા કારણો છે જેના લીધે વિદ્યાર્થીઓ યૂક્રેન મેડિકલ અભ્યાસ કરવા જાય છે

    રિદ્ધિ રુઘાની

    રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા 5 દિવસથી યુદ્ધ (Russia Ukraine war)ચાલુ છે, આ યુદ્ધના કારણે યૂક્રેનમાં અભ્યાસ કરતા અંદાજે 35,000 વિદ્યાર્થીઓ ફસાયા ( ukraine crisis)છે જે પૈકી 16,000થી વધુ વિદ્યાર્થીઓ તો માત્ર મેડિકલ અભ્યાસ (Indian medical students)માટે યૂક્રેન ગયા છે. શું તમે જાણો છે કે વિદ્યાર્થીઓ શા માટે યૂક્રેનમાં મેડિકલ અભ્યાસ કરવાનું પસંદ કરે છે ? ભારતમાં સરકારી, અર્ધસરકારી અને ખાનગી કોલેજમાં મેડિકલનો અભ્યાસ થાય છે આ માટે દેશમાં 90,675 જેટલી સીટ છે. સરકારી કોલેજમાં એડમિશન માટે મેરિટ ખુબજ ઉંચુ હોય છે જ્યારે ખાનગી કોલેજની ફી ખૂબજ વધારે છે, જેના લીધે ઘણા લોકોનું દેશમાં ડૉક્ટર બનવાનું સપનું રોળાઈ જતુ હોય છે આ સિવાય પણ બીજા એવા ઘણા કારણો છે જેના લીધે વિદ્યાર્થીઓ યૂક્રેન મેડિકલ અભ્યાસ કરવા જાય છે.

    ભારત દેશમાં મેડિકલ અભ્યાસ માટેની જરૂરિયાત ?

    ધોરણ 12 સાયન્સમાં સારી ટકાવારી તથા NEETના માર્ક્સના મેરિટના આધારે મેડિકલમાં એડમિશન મળે છે
    1) સરકારી મેડિકલ કોલેજમાં ફીનું ધારાધોરણ ઓછું છે, સાથે સારું શિક્ષણ પણ મળે છે પણ મેરિટ ખૂબજ ઉંચુ હોય છે.
    2) અર્ધ સરકારી કોલેજમાં મેડિકલ અભ્યાસ માટે અંદાજે વાર્ષિક 8 લાખ જેટલો ખર્ચ થાય છે.
    3) ખાનગી કોલેજમાં અભ્યાસ માટે વાર્ષિક અંદાજે 16થી 22 લાખનો ખર્ચ થાય છે. ડિગ્રી મળે ત્યાં સુધીનો અંદાજિત ખર્ચ 1 કરોડથી વધુ થાય છે.

    આ પણ વાંચો - Russia-Ukraine War: યૂક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાસે હવે કયા કયા વિકલ્પો છે? ભારત સરકારે શું સૂચન કર્યું છે? આ 5 પોઇન્ટથી જાણો

    યૂક્રેનમાં મેડિકલ અભ્યાસ માટેની જરૂરિયાત?

    1) યૂક્રેનમાં મેડિકલમાં એડમિશન લેવાની પ્રક્રિયા ખૂબ સરળ છે
    2) એન્ટ્રેન્સ એક્ઝામ આપવી પડતી નથી, ડોનેશન પણ આપવુ પડતું નથી
    3) ધોરણ 12 સાયન્સમાં ઓછામાં ઓછા 55 ટકા હોય તો સહેલાઈથી એડમિશન મળી જાય છે
    4) આખા કોર્સ દરમિયાન અંદાજે 30 લાખ જેટલો ખર્ચ થાય છે

    મેડિકલ અભ્યાસ માટે યુક્રેન જ વિદ્યાર્થીઓની પહેલી પસંદ શા માટે?

    1) ઓછા ખર્ચે MBBSનો અભ્યાસ શક્ય છે
    2) યૂક્રેનની યુનિવર્સિટી વર્લ્ડ ક્લાસ છે
    3) અભ્યાસ માટે 4D સ્ટ્રક્ચર ઉપલબ્ધ છે
    4) મેડિકલમાં પ્રેક્ટિકલ અભ્યાસનું મહત્વ વધારે છે ભારત કરતા યૂક્રેનમાં પ્રેક્ટિકલ અભ્યાસ વધુ સારી રીતે શક્ય છે
    5) વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે ભારતની સાપેક્ષમાં ડેડબોડી સહેલાઈથી ઉપલબ્ધ છે સાથે રોબોટિક બોડી (રબર બોડી) પણ ઉપલબ્ધ છે
    6) ખૂબજ મોટું કેમ્પસ અને અત્યાધુનિક સુવિધાઓ પણ છે.

    જો તમને યાદ હોય તો 2003માં એક ફિલ્મ આવી હતી જેનું નામ હતુ મુન્નાભાઈ MBBS. તેમાં જ્યારે પ્રોફેસર ડેડબોડી પર સમજાવે છે ત્યારે આસપાસમાં 20-25 વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે જેના કારણે દરેક વિદ્યાર્થી સરખુ ધ્યાન આપી શકતા નથી. આ માત્ર એક ફિલ્મનો સીન નથી પરંતુ ભારત દેશમાં મેડિકલ અભ્યાસની વાસ્તવિકતા છે આ માટે જ વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે યૂક્રેન જતા હોય છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन