Home /News /national-international /

russia ukraine news : યુક્રેન પર હુમલા બાબતે ઘણા દેશોનો વિરોધ છતાં ભારતે રશિયાનો સાથ ન છોડ્યો, જાણો કેમ?

russia ukraine news : યુક્રેન પર હુમલા બાબતે ઘણા દેશોનો વિરોધ છતાં ભારતે રશિયાનો સાથ ન છોડ્યો, જાણો કેમ?

રશિયા સાથે ભારત ઐતિહાસિક રીતે ગાઢ સંબંધો ધરાવે છે

russia ukraine crisis - તજજ્ઞોના મતે UNSCમાં મતદાનથી દૂર રહેવાના ભારતના નિર્ણયનો અર્થ રશિયાને ટેકો આપવાનો નથી. તેના બદલે ઊર્જા, શસ્ત્રો અને પડોશીઓ સાથેના સંઘર્ષોમાં ટેકો આપવા બદલ રશિયા પરની નિર્ભરતા દર્શાવે છે

રશિયાએ યુક્રેન પર આક્રમણ (Russia Ukraine war)કરતાં ઘણા દેશોએ રશિયા (Russia)પર વિવિધ પ્રકારના પ્રતિબંધ મૂકી દીધા છે અને વૈશ્વિક નેતાઓએ રશિયા પર દબાણ લાવવા પ્રયાસો કર્યા છે. તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (US President Joe Biden)રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)અને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પર પ્રતિબંધ લગાવીને રશિયા પર દબાણ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. UNSCમાં રશિયા સામે વોટિંગમાંથી ભારત બહાર નીકળી ગયું હતું. પરંતુ યુક્રેનમાં રશિયાની કાર્યવાહીના પગલે પશ્ચિમી દેશોની વધતી પ્રતિક્રિયાએ ભારતને સાવધાનીની સ્થિતિમાં મૂકી દીધું છે. યુક્રેનની કટોકટી જેમ જેમ ઘેરી બનતી જાય છે, તેમ તેમ ભારત સામે સમસ્યા મોટી થઈ રહી છે.

રશિયા સાથે ભારત ઐતિહાસિક રીતે ગાઢ સંબંધો ધરાવે છે. ભારત રશિયન શસ્ત્રોનો મોટો ખરીદદાર દેશ છે. આથી ભારતે અત્યાર સુધી પશ્ચિમના દેશો અને અમેરિકા દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી પોતાની જાતને દૂર રાખી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, યુક્રેન સામે રશિયાના આક્રમણને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે. આ બાબત પરના વોટિંગ દરમિયાન ભારતે ભાગ લીધો ન હતો. ભારતને ખબર છે કે, રશિયા પરના અમેરિકાના પ્રતિબંધોથી ભારતના સંરક્ષણ પુરવઠા પર ગંભીર અસર થવાની સંભાવના છે

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના ડેટાબેઝ અનુસાર, રશિયા છેલ્લા ત્રણ દાયકામાં ભારતને શસ્ત્રો પૂરા પાડવામાં અગ્રણી દેશ રહ્યો છે. SIPRIના આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયન શસ્ત્રો પર ભારતની નિર્ભરતામાં ઘટાડો થયો છે. આ દરમિયાન છેલ્લા 15 વર્ષમાં ભારત હથિયારો માટે અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયલ તરફ ઝડપથી આગળ વધ્યું છે.

આ પણ વાંચો - રશિયાના હુમલામાં નષ્ટ થયું વિશ્વનું સૌથી મોટુ પ્લેન

હથિયારોની ખરીદી માટે હજી પણ રશિયા ભારતની પ્રથમ પસંદગી

આજે પણ ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવામાં 60 ટકાથી વધુ હથિયારો રશિયન મૂળના છે. ડેટા બતાવે છે કે 2016થી 2020ની વચ્ચે ભારતની શસ્ત્રોની આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ અડધો છે. ભારતીય ભૂમિસેનાની 3,000થી વધુ મુખ્ય યુદ્ધ ટેન્કોમાંથી 90 ટકાથી વધુ ટેન્કો રશિયન T-72 અને T-90S છે. રશિયા પાસેથી વધુ 464 રશિયન T-90MS ટેન્ક ખરીદવા માટે ભારત - રશિયા સાથે વાતચીત ચાલુ છે.

ભારત ભલે અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયલ પાસેથી શાસ્ત્રો ખરીદતું હોય, પરંતુ રશિયા હજુ પણ ભારતની પહેલી પસંદ છે. તેના પાછળ સૌથી મોટું કારણ એ છે કે રશિયા અન્ય દેશોની સરખામણીમાં શસ્ત્રોની કિંમત અને તકનીકી સ્થાનાંતરણ બાબતે ભારત માટે વધુ ઉદાર છે. તજજ્ઞોના મતે UNSCમાં મતદાનથી દૂર રહેવાના ભારતના નિર્ણયનો અર્થ રશિયાને ટેકો આપવાનો નથી. તેના બદલે ઊર્જા, શસ્ત્રો અને પડોશીઓ સાથેના સંઘર્ષોમાં ટેકો આપવા બદલ રશિયા પરની નિર્ભરતા દર્શાવે છે.

કાશ્મીર મુદ્દે ભારતને રશિયાનું સમર્થન મળતું રહ્યું છે

ભૂતકાળમાં ભારતને કાશ્મીર મુદ્દે રશિયાનું સમર્થન મળી ચૂક્યું છે. ભારત પાકિસ્તાન સામે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાના વીટો પાવર પર આધાર રાખતું આવ્યું છે. યુક્રેનમાં થયેલા યુદ્ધે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન બાબતે ભારત સામેના પડકારોમાં પણ વધારો કર્યો છે. પાકિસ્તાન અને ચીન બંને રશિયાના પક્ષમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભારતનું માનવું છે કે, રશિયા ભારતને સરહદના મુદ્દે બેઇજિંગના કડક વલણને બદલવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત S-400 મિસાઈલ સિસ્ટમ માટે ભારતની રશિયા પર નિર્ભરતા છે.
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

આગામી સમાચાર