Home /News /national-international /Russia-Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાની અને તુર્કી વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ભારતીય ત્રિરંગો હાથમાં લઇ સરહદ પાર કરી
Russia-Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાની અને તુર્કી વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ભારતીય ત્રિરંગો હાથમાં લઇ સરહદ પાર કરી
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સુરક્ષિત વતન પરત ફરી રહ્યા છે
Evacuation of Indian students from Ukraine: યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોદી સરકારના આ પ્રયાસથી માત્ર ભારતીયો જ નહીં પરંતુ પાકિસ્તાન અને તુર્કીના વિદ્યાર્થીઓને પણ મદદ મળી રહી છે. ખરેખરમાં ભારતીય નાગરિકો હાથમાં ત્રિરંગા ધ્વજ સાથે સુરક્ષિત રીતે યુક્રેનની સરહદો પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની અને તુર્કીના વિદ્યાર્થીઓ પણ તિરંગો લઈને સુરક્ષિત રીતે યુક્રેનમાંથી બહાર આવી રહ્યા છે.
યુક્રેન પર રશિયાના હુમલા (Ukraine-Russia War) પછી ભારત સહિત ઘણા દેશોના નાગરિકો અને વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે અને તેઓ પોતાના વતન પાછા ફરવા માટે વિનંતી કરી રહ્યા છે. ભારત સરકાર (Indian Government) પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહી છે. સરકારનો આ પ્રયાસ માત્ર ભારતીયોને જ નહીં પરંતુ પાકિસ્તાન અને તુર્કીના વિદ્યાર્થીઓને પણ મદદ કરી રહ્યો છે. ખરેખરમાં ભારતીય નાગરિકો હાથમાં ત્રિરંગા ધ્વજ (Tiranga) સાથે સુરક્ષિત રીતે યુક્રેનની સરહદો પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની (Pakistan) અને તુર્કીના વિદ્યાર્થીઓ પણ ત્રિરંગો લઈને સુરક્ષિત રીતે યુક્રેનમાંથી બહાર આવી રહ્યા છે.
યુક્રેનથી રોમાનિયા પહોંચેલા એક ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે, ભારતીય ધ્વજ ત્રિરંગાની મદદથી અમે અને કેટલાક પાકિસ્તાની અને તુર્કી વિદ્યાર્થીઓ પણ અમારી સાથે સુરક્ષિત રીતે અહીં આવ્યા છીએ. દક્ષિણ યુક્રેનના ઓડેશાથી આવેલા મેડિકલ સ્ટુડન્ટે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે, ભારતીય નાગરિક હોવાના કારણે અને હાથમાં ત્રિરંગો સાથે હોવાથી અમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.
ત્યાં જ ભારતીય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કેવી રીતે તેઓએ ભારતીય ધ્વજ તૈયાર કરવા માટે બજારોમાંથી સ્પ્રે પેઇન્ટ ખરીદ્યા. એક વીડિયોમાં વિદ્યાર્થીએ કહ્યું કે હું બજારમાં ગયો અને કલર સ્પ્રે અને કાપડ લાવ્યો. અમે આ કપડાંને કાપીને અને સ્પ્રે કરીને ત્રિરંગો તૈયાર કર્યો છે. આ વિદ્યાર્થીએ કહ્યું કે તેને કેટલાક પાકિસ્તાની અને તુર્કી વિદ્યાર્થીઓ પણ મળ્યા હતા જેમણે ભારતીય ધ્વજનો ઉપયોગ કરીને ચેકપોઇન્ટ પાર કરી હતી.
એક વિદ્યાર્થીએ જણાવ્યું કે પાકિસ્તાન અને તુર્કીના વિદ્યાર્થીઓએ પણ યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે ત્રિરંગાનો ઉપયોગ કર્યો હતો.
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત સરકારની પ્રથમ પ્રાથમિકતા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાની છે. આ માટે કેન્દ્ર સરકારે 4 મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, હરદીપ પુરી, કિરેન રિજિજુ અને વીકે સિંહને મહત્વની જવાબદારી સોંપી છે. આ તમામ મંત્રીઓ યુક્રેનની સરહદે આવેલા દેશોમાં હાજર છે અને ત્યાંથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ચાલી રહેલા અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારતે 'ઓપરેશન ગંગા' અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ભારતીયોને હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી યુક્રેન છોડ્યા બાદ જમીની સરહદ ચોકીઓ દ્વારા હવાઈ માર્ગે વતન લાવવામાં આવી રહ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર