Home /News /national-international /Russia Ukraine war: વિશ્વ યુદ્ધના ભણકારા! યુક્રેનને હથિયાર આપવા પર પુતિનની જર્મની અને ફ્રાન્સને ચેતવણી

Russia Ukraine war: વિશ્વ યુદ્ધના ભણકારા! યુક્રેનને હથિયાર આપવા પર પુતિનની જર્મની અને ફ્રાન્સને ચેતવણી

વ્લાદિમીર પુતિને પૃષ્ટી કરી છે કે વાતચીતને ફરી શરુ કરવા માટે તૈયાર છે

Russia Ukraine conflict - રશિયાએ ખાદ્ય સંકટ માટે પશ્ચિમ દેશોની ખોટી આર્થિક નીતિને જવાબદાર ગણાવી

  મોસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (vladimir putin)ફ્રાન્સ અને જર્મનીના નેતાઓ સાથે વાતચીત દરમિયાન યુક્રેનને પશ્ચિમી હથિયારોથી લેસ કરવાના ખતરા (Russia Ukraine war)તરફ ઇશારો કર્યો છે. તેમણે યુરોપીય સહયોગીઓને ચેતવણી આપી કે તેનાથી અસ્થિરતાનું જોખમ છે. પુતિને પોતાના ફ્રાન્સિસ સમકક્ષ ઇમૈનુએલ મેક્રોન અને જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ સાથે એક ટેલિફોનિક વાતચીતમાં આ ટિપ્પણી કરી છે, કારણ કે પશ્ચિમી દેશોએ ફેબ્રુઆરીના અંતમાં મોસ્કોના સૈન્ય હુમલા પછી યુક્રેન માટે પોતાનું સૈન્ય સમર્થન વધારી દીધું છે. આ સાથે પુતિને અનાજની કોઇ મુશ્કેલી વગર નિર્યાતના વિકલ્પોને સુવિધાજનક બનાવવા માટે મોસ્કોની તત્પરતાની પણ જાહેરાત કરી.

  યુક્રેન સાથે ફરી વાર્તા શરુ કરવા માંગે છે રશિયા

  રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં સૈન્ય અભિયાન શરુ કર્યું હતું. પશ્ચિમી દેશોએ રશિયાના અધિકારીઓ અને સંસ્થાઓ પર અભૂતપૂર્વ પ્રતિબંધ લગાવતા યુક્રેનને રોકડ અને ઘણા હથિયારો સાથે સમર્થન કરીને રશિયાના સૈન્ય અભિયાનનો જવાબ આપ્યો છે. મોસ્કોએ સતત ચેતવણી આપી છે કે કીવને હથિયારો આપવા ફક્ત સંઘર્ષને વધારશે. ક્રેમલિને કીવ સાથે શાંતિ વાર્તા યથાવત રાખવા માટે મોસ્કોની તત્પરતાની પૃષ્ટી પણ કરી છે. પોતાના એક નિવેદનમાં રશિયાએ કહ્યું કે વાર્તાની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જે કીવના કારણે અટકી ગયું છે. વ્લાદિમીર પુતિને પૃષ્ટી કરી છે કે વાતચીતને ફરી શરુ કરવા માટે તૈયાર છે.

  આ પણ વાંચો - પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના નામે પોતાના પ્રથમ સંબોધનમાં કાશ્મીરનો રાગ આલાપ્યો, જાણો શું કહ્યું

  ખાદ્ય સંકટ માટે પશ્ચિમ દેશોની ખોટી આર્થિક નીતિ જવાબદાર

  રશિયાના નેતાએ ખાદ્ય સંકટ માટે પશ્ચિમી દેશોની ખોટી આર્થિક નીતિને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે પોતાના હિસ્સામાં રશિયા અનાજના નિર્વિરોધ નિર્યાત માટે વિકલ્પ શોધવામાં મદદ કરવા માટે તૈયાર છે. જેમાં બ્લેક સાગર બંદરગાહોથી યુક્રેની અનાજનું નિર્યાત પણ સામેલ છે. આ પહેલા પુતિને ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી સાથે વાતચીતમાં કહ્યું હતું કે રશિયા અનાજના નિર્યાત દ્વારા ખાદ્ય સંકટમાંથી બહાર લાવવા માટે મદદ માટે તૈયાર છે. જોકે આ માટે જરૂરી છે કે પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા રાજનીતિથી પ્રેરિત પ્રતિબંધોને હટાવી લેવામાં આવે.

  આ દરમિયાન બ્રિટનના રક્ષા મંત્રાલયે પોતાના દૈનિક ખુફિયા અપડેટમાં કહ્યું કે રશિયાની સેનાએ ડોનેટ્સ્ક ક્ષેત્રના મોટાભાગના લાઇમેન શહેર પર કબજો કરી લીધો છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन