Home /News /national-international /

Russia-Ukraine War: યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિને પર્સનલ સ્ટાફના 1000 કર્મચારીઓને હટાવ્યા, ઝેર આપીને હત્યાનો સતાવી રહ્યો છે ડર

Russia-Ukraine War: યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિને પર્સનલ સ્ટાફના 1000 કર્મચારીઓને હટાવ્યા, ઝેર આપીને હત્યાનો સતાવી રહ્યો છે ડર

શિયાના મીડિયાના મતે રાષ્ટ્રપતિ પુતિનના ખાવામાં ઝેર ભેળવી હત્યા કરવાની શંકા છે

Russia Ukraine crisis - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાષ્ટ્રપતિ પુતિને સ્ટાફમાં જે લોકોને હટાવ્યા છે તેમાં સુરક્ષા ગાર્ડ્સ, કુક અને પર્સનલ સેક્રેટરી સામેલ છે

    નવી દિલ્હી : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia-Ukraine War)20 દિવસથી વધારે સમય થઇ ગયો છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને (Vladimir Putin)લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પુતિને યુદ્ધ સંકટ (Russia Ukraine crisis)વચ્ચે પોતાના પર્સનલ સ્ટાફના લગભગ એક હજાર કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દીધા છે. પુતિને તે લોકોના સ્થાને નવા લોકોની ભરતી કરી છે.

    રશિયાના મીડિયાના મતે રાષ્ટ્રપતિ પુતિનના ખાવામાં ઝેર ભેળવી હત્યા કરવાની શંકા છે. માનવામાં આવી રહ્યું છે કે પુતિને પોતાના પર્સનલ સ્ટાફમાં આટલો મોટો ફેરફાર હત્યાના ડરથી કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જાસુસી એજન્સીઓએ પુતિનની હત્યાના ઇન્પુટ આપ્યા છે. તેને નિપટવા માટે સતર્કતા વધારી દીધી છે.

    ઉલ્લેખનીય છે કે આ મહિનામાં એક અમેરિકાના સાંસદે પુતિનની હત્યાની વાત કહી હતી. સાંસદ ગ્રાહમના આ નિવેદન બદલ તેને રશિયા અને પોતાની પાર્ટી તરફથી ફટકાર પણ લગાવી હતી. જણાવી દઈએ કે રશિયામાં હત્યાની સૌથી સામાન્ય રીતે ખાવામાં ઝેર આપી દેવાની છે. જોકે પુતિન આને લઇને ઘણા સચેત છે. બતાવવામાં આવી રહ્યું છે કે પુતિનને જ્યારે પણ ખાવાનું આપવામાં આવે છે ત્યારે તેની તપાસ થાય છે.

    આ પણ વાંચો - રશિયાએ યુક્રેનમાં પ્રથમ વખત તેની નવી હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાષ્ટ્રપતિ પુતિને સ્ટાફમાં જે લોકોને હટાવ્યા છે તેમાં સુરક્ષા ગાર્ડ્સ, કુક અને પર્સનલ સેક્રેટરી સામેલ છે. આ પહેલા એક નિવેદનમાં ટીવી પર પુતિને કહ્યું હતું કે યુક્રેન સામે યુદ્ધ શરુ થયા પછી રશિયામાં તેની સામે અભિયાન શરુ કરી શકે છે અને સાથે કેટલાક વિદ્રોહી લોકો તેમની હત્યાનું ષડયંત્ર રચી શકે છે.

    બાઇડન અને શી જિનપિંગ વચ્ચે વાતચીત

    ​​​​​​​​​​​​​​બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, બાઇડન અને જિનપિંગે યુક્રેન પર રશિયાના હુમલા તથા રશિયા પરના પ્રતિબંધો અંગે ચર્ચા કરી હતી. એ જ સમયે બાઇડને ચીનને ચેતવણી આપી હતી કે રશિયાને કોઈપણ પ્રકારની મદદ કરશે તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन