Home /News /national-international /Russia-Ukraine Crisis: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્યાં ગુમ છે Vladimir Putinનો પરિવાર?

Russia-Ukraine Crisis: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્યાં ગુમ છે Vladimir Putinનો પરિવાર?

અહેવાલો મુજબ રશિયન રાષ્ટ્રપતિએ પરિવારને સાઇબિરીયાના ભૂગર્ભ શહેરમાં સુરક્ષિત રાખ્યો છે.

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી (Russia Foreign Minister Sergei Lavrov) એ ત્રીજા વિશ્વ યુદ્ધના અણસાર આપ્યાં છે આ વચ્ચે સવાલ એ ઉઠે છે કે વ્લાદિમીર પુતિને આટલા મોટા નિર્ણય પહેલા પોતાના પરિવાર (Putin Family)ને ક્યાં છુપાવ્યો છે?

વધુ જુઓ ...
    Russia-Ukraine News: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહ્યું છે. યુદ્ધમાં પરમાણુ હુમલાની પણ ધમકી આપવામાં આવી રહી છે અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ (Russia Foreign Minister Sergei Lavrov) દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધશે તો તેના પરિણામો વિનાશક આવશે. આ દરમિયાન સવાલ એ ઉઠે છે કે વ્લાદિમીર પુતિને આટલા મોટા નિર્ણય પહેલા પોતાના પરિવાર (Putin Family Members)ને ક્યાં છુપાવ્યો છે?

    વ્લાદિમીર પુતિનના પરિવાર વિશેના કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ભૂગર્ભ શહેરમાં છુપાયેલા છે. ડેઈલી મેલના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિએ તેમના પરિવારને સાઈબેરિયાના એક ભૂગર્ભ શહેરમાં સુરક્ષિત રાખ્યા છે. રશિયાના એક પ્રોફેસર વેલેરી સોલોવેએ આ દાવો કર્યો છે.

    પુતિનનો પરિવાર ન્યુક્લિયર પ્રૂફ બંકરમાં છે
    મોસ્કો સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સમાં પ્રોફેસર રહી ચૂકેલા સોલોવેના દાવા મુજબ, પુતિનનો આખો પરિવાર સાઈબેરિયાના એક ભૂગર્ભ શહેરમાં છુપાયેલો છે.

    આ પણ વાંચો: Russia Ukraine War Live Update: રશિયાએ યુક્રેનનાં કીવનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉડાવ્યું, બેલારૂસ પર USએ લગાવ્યો પ્રતિબંધ

    આ ખૂબ જ વૈભવી અને હાઇ-ટેક બંકર અલ્તાઇ પર્વતોમાં હાજર છે. પરમાણુ યુદ્ધની સ્થિતિમાં બંકર સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. સોલોવે એવો પણ દાવો કરે છે કે આ બંકર એક સંપૂર્ણ ભૂગર્ભ શહેર છે, જેમાં ટેકનોલોજી અને વિજ્ઞાનને લગતી સુવિધાઓ છે. પરમાણુ યુદ્ધ દરમિયાન પણ આ બંકરની કોઈ ખાસ અસર નહીં થાય.

    આ પણ વાંચો:Ukraine-Russia Warમાં Vladimir Putinની ‘ધર્મપુત્રી’ પણ ઉતરી, યુદ્ધમાં કોને આપી રહી છે સાથ? 

    કોણ કોણ ગયું બંકરમાં?
    સોલોવેએ આટલું કહ્યા પછી પણ એ સ્પષ્ટ કર્યું નથી કે પુતિનના પરિવારમાંથી કોણ આ બંકરમાં ગયું છે. પુતિનના પરિવારમાં તેમની છૂટાછેડા લીધેલ પત્ની સિવાય બે પુત્રીઓ જેમાં 36 વર્ષીય મારિયા વોરોન્ટોવા અને 35 વર્ષીય કેટરિના તિખોનોવા છે. તેમના ઘણા પૌત્રો પણ છે. આ સિવાય રશિયાની ગોલ્ડ મેડલ વિજેતા એલિના કાબેવા પણ તેમની ગુપ્ત પત્ની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એવી અફવાઓ પણ વહેતી થઈ છે કે અલિનાએ પુતિનના બાળકોને પણ જન્મ આપ્યો છે. જોકે રશિયન રાષ્ટ્રપતિને તેમના અંગત જીવન વિશે વાત કરવાનું પસંદ નથી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Russia ukraine news, Russia ukraine war, Viral news, Vladimir putin

    विज्ञापन
    विज्ञापन