Home /News /national-international /Russia-Ukraine war: USએ પુતિનની દીકરીઓ પર લગાવ્યો પ્રતિબંધ, બાયડેને કહ્યું- કિંમત તો ચૂકવવી પડશે

Russia-Ukraine war: USએ પુતિનની દીકરીઓ પર લગાવ્યો પ્રતિબંધ, બાયડેને કહ્યું- કિંમત તો ચૂકવવી પડશે

પુતિનની પુત્રીઓ પર અમેરિકાએ આર્થિક પ્રતિબંધો લગાવ્યા

US sanction Putin daughter: અમેરિકી સરકારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બે પુત્રીઓ પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. પુતિનની બંને પુત્રીઓ અમેરિકામાં કોઈપણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરી શકતી નથી. આ સિવાય અમેરિકાએ રશિયાના ઘણા મોટા નેતાઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે ગુરુવારે રશિયાની સરકારી સંસ્થાઓ પર પ્રતિબંધ લાદવાનું કહેવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    રશિયા અને યુક્રેન વચ્ચે 40 દિવસથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બુચાની ઘટના બાદ પશ્ચિમી દેશોએ ફરી એકવાર રશિયા સામે અવાજ ઉઠાવ્યા છે. હવે તાજા ઘટનાક્રમ બાદ અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બે પુત્રીઓ પર આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. પુતિનની બે પુત્રીઓ ઉપરાંત વ્હાઇટ હાઉસે રશિયાના ઘણા મોટા નેતાઓ અને ઘણી બેંકો અને ઉદ્યોગપતિઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ રશિયાની ટોચની જાહેર અને ખાનગી બેંકો પર પ્રતિબંધ મૂક્યો છે. વ્હાઇટ હાઉસે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બે પુત્રીઓ મારિયા વોરોન્ટોવા (Maria Vorontsova) અને કેટેરીના તિખોનોવા (Katerina Tikhonova) પર પ્રતિબંધો લાદ્યા છે. પુતિનની આ બંને પુત્રીઓ પૂર્વ પત્ની લ્યુડમિલા શ્ક્રેબનેવાની (Lyudmila Shkrebneva) સાથેની છે.

    પ્રતિબંધોના વ્યાપને વિસ્તારતા, યુએસએ રશિયન સુરક્ષા પરિષદના સભ્યો પર પણ પ્રતિબંધો લાદ્યા છે, જેમાં રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લાવારોવ અને ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ અને પીએમ મિખાઇલ મિશુસ્ટિનનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ વ્યક્તિઓએ રશિયન લોકોના ભોગે પોતાને સમૃદ્ધ બનાવ્યા છે, જેમાંથી કેટલાક યુક્રેન પરના યુદ્ધમાં પુતિનનું સમર્થન પણ કરી રહ્યા છે." અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મને લાગે છે કે પુતિનની મોટાભાગની સંપત્તિ તેમના પરિવારના સભ્યો પાસે છુપાયેલી છે. આ જ કારણ છે કે હવે અમે તેમના પરિવારો પર પ્રતિબંધોનો વ્યાપ વધારવા માંગીએ છીએ. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં એમ પણ કહ્યું કે રશિયાની સૌથી મોટી સરકારી બેંક Sberbank અને ખાનગી બેંક Alfa Bank પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે આ બંને બેંકો દ્વારા કોઈપણ પ્રકારનું રોકાણ અમેરિકામાં થઈ શકશે નહીં.

    આ પણ વાંચો - UP crime: લગ્નના નામે યુવતીઓને છેતરતો મી.નટવરલાલ ઝડપાયો, 200 યુવતીઓ બની શિકાર

    બૂચાની ઘટનાથી અમેરિકા ગુસ્સામાં


    વ્હાઇટ હાઉસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુરુવારે રશિયન કંપનીઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરવામાં આવશે. આ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનો હેતુ તેમની વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો છે.

    આ પણ વાંચો - રશિયા, ચીન અને પાકિસ્તાન મુકાશે મુશ્કેલીમાં ! ત્રણેયને UN માનવ અધિકાર પરિષદમાંથી હાંકી કાઢવાની માંગ

    રશિયા સામે પ્રતિબંધોનો વ્યાપ વધારવાને બુચા કીલિંગની ઘટના સાથે જોડવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ જો બાયડેને પ્રતિબંધોના વધારાને સીધો જ પુરાવા સાથે જોડ્યો છે જે સૂચવે છે કે રશિયન દળોએ કિવને અડીને આવેલા બુકા શહેરમાં ઇરાદાપૂર્વક નાગરિકોની હત્યા કરી હતી. બુચાની ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન ખૂબ ગુસ્સે થઈ ગયા છે. બાયડેને ટ્વીટમાં લખ્યું, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે રશિયા બુચામાં થયેલી ઘાતકી હત્યા માટે ભારે કિંમત ચૂકવશે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Joe biden, Russia and Ukraine War, Russia ukraine news, USA

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन