Russia Ukraine War: સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીમાં રશિયા વિરુદ્ધ ઠરાવ પસાર, ભારતે મતદાનમાં ભાગ ન લીધો
Russia Ukraine War: સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીમાં રશિયા વિરુદ્ધ ઠરાવ પસાર, ભારતે મતદાનમાં ભાગ ન લીધો
અન્ય દેશો પણ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધો લાદી શકે છે. (તસવીરઃ શટરસ્ટોક)
Russia-Ukraine War: યુક્રેનમાં રશિયન આક્રમણને તાત્કાલિક સમાપ્ત કરવા અને તમામ રશિયન દળોને પાછા ખેંચવાની માંગ કરતા 193 સભ્યોએ યુએન જનરલ એસેમ્બલીએ ઠરાવ પર મતદાન કર્યું હતું. યુરોપના આર્થિક રીતે સમૃદ્ધ દેશોથી લઈને પેસિફિકના નાના ટાપુના દેશ સુધીના ઘણા દેશોએ યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી છે.
યુક્રેનમાં યુદ્ધ કરવા માટે રશિયાના (Russia-Ukraine War) પગલા બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાની ઇમરજન્સી બેઠક બાદ આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના આ પગલાને 141 દેશોએ સમર્થન આપ્યું હતું જ્યારે 5 દેશોએ વિરોધમાં વોટ આપ્યો હતો. ત્યાં જ 35 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. ભારતે (India)પણ મતદાનમાં ભાગ લીધો ન હતો.
બુધવારે બપોરે યુક્રેનમાં રશિયન આક્રમણ (Russia Attack on Ukraine)ને તાત્કાલિક સમાપ્ત કરવા અને તમામ રશિયન દળોને પાછા ખેંચવાની માંગ કરતા 193 સભ્યોએ યુએન જનરલ એસેમ્બલીએ ઠરાવ પર મતદાન કર્યું હતું. યુરોપના આર્થિક રીતે સમૃદ્ધ દેશોથી લઈને પેસિફિકના નાના ટાપુના દેશ સુધીના ઘણા દેશોએ યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી છે.
ક્યુબા અને ઉત્તર કોરિયા સહિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઈમરજન્સી સત્રમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કેટલાક સમર્થકો પણ છે. આ સિવાય સુરીનામ અને દક્ષિણ આફ્રિકા જેવા કેટલાક દેશોએ ડ્રાફ્ટ રિઝોલ્યુશન પર કોઈ સ્ટેન્ડ નથી લીધું અને સંકટના કાયમી ઉકેલ માટે સમાધાન અને કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી છે.
સુરક્ષા પરિષદના ઠરાવોથી વિપરીત જનરલ એસેમ્બલીનો ઠરાવ કાયદેસર રીતે બંધનકર્તા નથી પરંતુ તે આંતરરાષ્ટ્રીય વલણની જાણકારી આપે છે. મંગળવારની રાત સુધીમાં દરખાસ્તમાં 94 સહ-પ્રાયોજકો હતા. આમાં અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા ઘણા દેશોનો સમાવેશ સંયુક્ત રાષ્ટ્રના રાજદ્વારીઓ માટે આશ્ચર્યજનક છે.
આ પહેલા બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના એક દુર્લભ આપાત સત્રમાં ઘણા દેશોના રાજદૂતો દ્વારા ઠરાવને સમર્થન આપવામાં આવ્યું છે, જેમાં રશિયાને યુક્રેન સાથે યુદ્ધ રોકવા માટે કહેવામાં આવ્યું છે.
1997 પછી પહેલીવાર ઈમરજન્સી સત્ર બોલાવવામાં આવ્યું છે
1997 પછી પ્રથમ વખત બોલાવવામાં આવેલ જનરલ એસેમ્બલીના કટોકટી સત્રમાં યુક્રેનના રાજદૂત, સેર્ગેઈ કિસ્લિટસિયાએ કહ્યું, "જો યુક્રેન અસ્તિત્વમાં ન હોય તો…. તેથી ત્યાં પણ કોઈ આંતરરાષ્ટ્રીય શાંતિ રહેશે નહીં." તેમણે કહ્યું,"તેના વિશે કોઈ મૂંઝવણ નથી, જો યુક્રેન અસ્તિત્વમાં ન હોય તો આગામી સમયમાં લોકશાહી નિષ્ફળ જાય તો અમને આશ્ચર્ય થશે નહીં,"
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર