Home /News /national-international /Russia Ukraine War: યુક્રેનમાં વિનાશ માટે રશિયાએ ફેંક્યો મોટો Bomb, શખ્સે પાણીની બોટલ વડે કરી દીઘો Defused, જુઓ Video

Russia Ukraine War: યુક્રેનમાં વિનાશ માટે રશિયાએ ફેંક્યો મોટો Bomb, શખ્સે પાણીની બોટલ વડે કરી દીઘો Defused, જુઓ Video

યુક્રેનિયને પાણીની બોટલ વડે બોમ્બ ડિફ્યુઝ્ડ કર્યો

સોશ્યિલ મીડિયા (Social Media) પર એક શ્વાસ થંભાવી દેતો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આમાં યુક્રેન (Ukraine)માં રહેતા બે લોકો રશિયા દ્વારા ફેંકવામાં આવેલા બોમ્બને ડિફ્યુઝ (Bomb Defused With Water Bottle) કરતા જોવા મળ્યા હતા.

વધુ જુઓ ...
    રશિયાએ અચાનક યુક્રેન (Russia Ukraine War) પર હુમલો કરીને વિનાશ સર્જ્યો. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે અચાનક કોરોના વચ્ચે ત્રીજા વિશ્વ યુદ્ધ (Third World War)નું વાતાવરણ સર્જાશે. પરંતુ જોતા જ યુદ્ધની સ્થિતિ બની ગઈ. સોશિયલ મીડિયા પર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે રશિયન નાગરિકો માત્ર હાથ વડે પ્લાસ્ટિકની બોટલની મદદથી મોટા બોમ્બને ડિફ્યુઝ (massive bomb defused by hands) કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

    આ વીડિયો યુક્રેનિયન એક્સપ્લોઝિવ સ્પેશિયાલિસ્ટે રેકોર્ડ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ યુદ્ધમાં યુક્રેનની હિંમત અને સાહસનું પણ ઉદાહરણ બની ગયું છે. જે બોમ્બને બે લોકો માત્ર હાથ વડે ડિફયુઝ કરતા જોવા મળ્યા હતા તે કોઈ સામાન્ય બોમ્બ નથી. સીરિયા અને કાઉન્ટરિંગ ટેરરિઝમ એન્ડ એક્સ્ટ્રીમિઝમ પ્રોગ્રામના ડાયરેક્ટર ચાર્લ્સ લિસ્ટરે જણાવ્યું હતું કે બોમ્બ એટલો શક્તિશાળી છે કે તે મોટી ઈમારતને જમીનદોસ્ત કરી શકે છે.

    પાણીની બોટલથી કર્યું ડિફ્યૂઝ
    બોમ્બના ખતરા વિશે જાણ્યા પછી પણ આ બે લોકો તેને હાથ વડે ડિફ્યુઝ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોએ ઓનલાઈન સનસનાટી મચાવી દીધી હતી. લિસ્ટરે વધુમાં કહ્યું કે આ પોતે જ અત્યંત હિંમતનું ઉદાહરણ છે.



    આ પણ વાંચો:  યુક્રેનની ફર્સ્ટ લેડીએ કહ્યું,’…તો દુનિયામાં કોઈ સુરક્ષિત જગ્યા નહીં હોય’

    સ્કાય ન્યૂઝના પત્રકાર નિક સ્ટેલિઆનોએ જણાવ્યું કે એક વ્યક્તિ પોતાના હાથથી બોમ્બને ડિફ્યુઝ કરતી વખતે બોમ્બ પર સતત પાણી રેડી રહ્યો હતો. આગળ તેણે કહ્યું કે આને કહેવાય ફોજી દિલ. આ વીડિયો ત્યારે વાયરલ થયો જ્યારે સમાચાર આવ્યા કે રશિયા યુક્રેન પર આવા બોમ્બ ફેંકી રહ્યું છે જે લોકોના આંતરિક અંગોને નુકસાન પહોંચાડી રહ્યું છે.

    આ પણ વાંચો: હવે યુક્રેનમાં ટામેટાં બની રહ્યાં છે હથિયાર, નાગરિકો શાકભાજીથી લડી રહ્યા છે યુદ્ધ 

    ખતરનાક બોમ્બનો કરી રહ્યાં છે ઉપયોગ
    તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રશિયન MoD એ પુષ્ટિ કરી છે કે TOS-1A બોમ્બ યુક્રેન પર છોડવામાં આવી રહ્યા છે.આ બોમ્બ લોકોના ફેફસાં પર અસર કરે છે. ગયા મહિને જ ધ ટેલિગ્રાફે આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા એવા શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે જે લોકોના આંતરિક અંગોને નુકસાન પહોંચાડે છે. આ અઠવાડિયે રશિયાએ યુક્રેન પર 500 કિલોનો બોમ્બ ફેંક્યો હતો, જેમાં 21 લોકો માર્યા ગયા હતા. તેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Russia ukraine news, Russia ukraine war, Ukraine latest updates, અજબગજબ

    विज्ञापन
    विज्ञापन