Home /News /national-international /Russia-Ukraine War : યુક્રેનમાં ચારેતરફ ગૂંજી રહ્યો છે સાયરનનો અવાજ, ભયના માહોલમાં તમામ શહેરો

Russia-Ukraine War : યુક્રેનમાં ચારેતરફ ગૂંજી રહ્યો છે સાયરનનો અવાજ, ભયના માહોલમાં તમામ શહેરો

યુક્રેનમાં મોટા હુમલાની આશંકા

Russia-Ukraine Crisis - યુક્રેનના તમામ શહેરોમાં સતત સાયરનનો અવાજ ગૂંજી રહ્યો છે. યુક્રેનનો દાવો છે કે તેણે ખેરસનમાં બે રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. રશિયાએ યુક્રેનના કિવ ઓબ્લાસ્ટ પર સતત બોમ્બમારો કર્યો હતો.

યુક્રેનથી (Ukraine) ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યુક્રેનના લગભગ દરેક ક્ષેત્રમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે. અહીં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. યુક્રેનના ઉમાન, ખાર્કીવ, ક્રેમાટોર્સ્ક, સ્લોવિઆન્સ્ક, વિનિત્શિયા, કિવ, પોલ્ટાવા, ઝાયટોમીર, ખ્મેલનીત્સ્કી, લ્વીવ, ઓડેસા, વોલીન, ઝાપોરિઝ્ઝ્યા, બેરેઝિવકા, ઇઝમેલ, કિલિયા, યુઝ્ને, ચેર્નોમોર્સ્ક અને બેલીવકાવમાં સાયરન્સ સક્રિય કરવામાં આવ્યા છે. તેમજ કિવ, રિવને, ચેર્નિહિવ, ટેર્નોપિલ, ડીનિપ્રો, ચેર્કસી અને સુમી ઓબ્લાસ્ટના લોકોને તાત્કાલિક મેટ્રો શેલ્ટરમાં જવા માટે કહેવામાં આવ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધનો (Russia-Ukraine War) આજે 18મો દિવસ છે. યુક્રેનનો દાવો છે કે તેણે ખેરસનમાં બે રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. રશિયાએ યુક્રેનના કિવ ઓબ્લાસ્ટ પર સતત બોમ્બમારો કર્યો હતો. આ સાથે જ રશિયન સૈનિકોએ કિવમાં ગ્રીન કોરિડોરમાંથી બચાવામાં આવી રહેલી મહિલાઓ અને બાળકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક બાળક સહિત 7 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'The Kashmir Files'ના કર્યા વખાણ, ફિલ્મના મેકર્સ પીએમને મળ્યા

ઝેલેન્સકીએ મેયરના અપહરણની સરખામણી ISISના આતંકવાદીઓ સાથે કરી હતી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શુક્રવારે રશિયા પર મેલિટોપોલ શહેરના મેયરનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો હતો અને તેની તુલના "ISIS આતંકવાદીઓ" ના કાર્યો સાથે કરી હતી. ઝેલેન્સકીએ કહ્યું "તેઓ આતંકના નવા તબક્કામાં પ્રવેશ્યા છે, જેમાં તેઓ યુક્રેનના કાયદેસર સ્થાનિક વહીવટના પ્રતિનિધિઓને નષ્ટ કરવા, નુકસાન પહોંચાડવા અને નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,"

સતત હુમલા કરી રહ્યુ છે રશિયા

યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન દળોએ મારીયુપોલમાં એક મસ્જિદ પર ગોળીબાર કર્યો હતો. જ્યાં 80 નાગરિકો આશરો લઈ રહ્યા હતા. યુક્રેનના વિદેશ મંત્રાલયે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, "મેરીયુપોલમાં સુલતાન સુલેમાન ધ મેગ્નિફિસિયન્ટ અને તેની પત્ની રોકસોલાના (હુર્રેમ સુલતાન)ની મસ્જિદ પર રશિયન આક્રમણકારો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. તુર્કીના નાગરિકો સહિત 80 થી વધુ વયસ્કો અને બાળકો આ ગોળીબારથી બચવા માટે છુપાયેલ હતા."

આ પણ વાંચો - એશિયાના ઘણા દેશોમાં કોરોનાના કેસમાં વધારો, ભારતે પણ રહેવું પડશે ALERT
First published:

Tags: Russia and Ukraine War, Russia news, Russia ukrain crisis, Russia Ukraine, Russia Ukraine Latest News, Russia-Ukraine Conflict, Russian Army, Russian president, Ukraine Russia War

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો