Home /News /national-international /

Russia-Ukraine War: યુક્રેન પર રશિયાનો મોટો આરોપ, કહ્યું- કિવ ચેર્નોબિલમાં પરમાણુ બોમ્બ બનાવી રહ્યું હતું

Russia-Ukraine War: યુક્રેન પર રશિયાનો મોટો આરોપ, કહ્યું- કિવ ચેર્નોબિલમાં પરમાણુ બોમ્બ બનાવી રહ્યું હતું

યુક્રેનની સરકારે કહ્યું છે કે તેણે સોવિયત યુનિયનના વિસર્જન બાદ 1994માં ન્યુક્લિયર ક્લબમાં જોડાવાનો પોતાનો ઈરાદો છોડી દીધો હતો. (Pixabay/પ્રતિકાત્મક ફોટો)

Russia alleges Ukraine making nuclear bomb:રશિયાએ યુક્રેન પર પરમાણુ બોમ્બ બનાવવાનો આરોપ લગાવ્યો છે કે તે સોવિયેત ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરમાણુ બોમ્બ બનાવવાની નજીક હતું. તે રશિયા પરના હુમલા સમાન છે. આ દાવો રશિયન મીડિયાના એક પ્રતિનિધિને ટાંકીને કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ ...
    24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો (Russian attack on Ukraine) શરૂ કર્યો હતો અને ત્યારથી લઇ અતયાર સુધી 11 દિવસ થઈ ગયા છે. યુક્રેનમાં સર્વત્ર ડર, શોક અને સન્નાટો છવાઇ ગયો છે, પરંતુ અત્યાર સુધી યુક્રેન રશિયા જેવા મોટા દેશ સામે લડવાનું છોડ્યું નથી. હવે રશિયાએ યુક્રેન પર મોટો આરોપ લગાવ્યો છે. રશિયન મીડિયા અનુસાર યુક્રેન ચેર્નોબિલ (Chernobyl)માં પ્લુટોનિયમ આધારિત ડર્ટી બોમ્બ (Dirty Bombb) બનાવવાની નજીક હતું. તે એક પ્રકારનો પરમાણુ બોમ્બ (nuclear bomb)છે. જોકે રશિયન મીડિયામાં આ અંગે કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ પરમાણુ અકસ્માત થયો હતો. આ પછી વર્ષ 2000માં આ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો.

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. પુતિનના જણાવ્યા અનુસાર યુક્રેનને ડિમિલિટરાઇઝેશન અને નાઝીવાદ અને પશ્ચિમીકરણથી મુક્ત કરવા અને નાટોમાં પ્રવેશ ન કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પશ્ચિમી દેશોએ હંમેશા પુતિનના આ આરોપોને ફગાવી દીધા છે.

    આ પણ વાંચો- PSI Exam:પીએસઆઈની પરીક્ષામાં અમદાવાદમાં ઉમેદવારોનો હોબાળો, શાળાએ કોલ લેટર પરત લઈ લેતા હંગામો

    રશિયન મીડિયામાં સમાચાર

    રશિયન મીડિયા TASS, RIA અને ઇન્ટરફેસ ન્યૂઝ એજન્સીએ એક સક્ષમ રશિયન એન્ટિટીના પ્રતિનિધિને ટાંકીને આ સમાચાર આપ્યા છે. આ સમાચાર એજન્સીઓ રશિયન સરકારને સહાયક છે. રશિયન પ્રતિનિધિએ કહ્યું છે કે યુક્રેન ચેર્નોબિલમાં એ જ જગ્યાએ પરમાણુ બોમ્બ બનાવી રહ્યું હતું જ્યાં ચેર્નોબિલ પાવર પ્લાન્ટ હતો. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ 2000થી બંધ છે, પરંતુ અહીં પરમાણુ બોમ્બ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી.

    આ પણ વાંચો- Russia Ukraine War LIVE Updates: યુદ્ધવિરામ પછી, રશિયાએ ફરીથી માર્યુપોલ પર બોમ્બનો વરસાદ કર્યો; યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- અમે હાર નહીં માનીએ

    યુક્રેનનો ઇનકાર

    જો કે યુક્રેનિયન સરકારે કહ્યું છે કે તેણે સોવિયેત યુનિયનના વિસર્જન પછી 1994 માં પરમાણુ ક્લબમાં જોડાવાનો તેનો ઈરાદો છોડી દીધો હતો અને તેનો અણુ બોમ્બ બનાવવાનો કોઈ ઈરાદો નહોતો. આ મામલામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ હુમલા પહેલા કહ્યું હતું કે યુક્રેન સોવિયત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરમાણુ હથિયાર બનાવવામાં વ્યસ્ત છે. તે રશિયા પર હુમલાની તૈયારી કરવા સમાન છે. સોવિયત યુનિયન દરમિયાન યુક્રેન પાસે ઘણા અણુ બોમ્બ હતા. જો કે તે 1994માં રશિયાને પરત કરવામાં આવ્યું હતું, પરંતુ રશિયાનો આરોપ છે કે યુક્રેન આ જ ટેક્નોલોજીના આધારે પરમાણુ બનાવી રહ્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Russia, Russia ukrain crisis, Russia Ukraine Latest News, Russia ukraine war, Russia-Ukraine Conflict, Russian news channel, Russian president

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन