Home /News /national-international /Russia-Ukraine War: માનવાધિકાર કમિશ્નરનો દાવો - બૂચામાં 25 યુવતીઓને બંધક બનાવી કર્યો હતો બળાત્કાર, હવે ઘણી પ્રેગ્નેટ

Russia-Ukraine War: માનવાધિકાર કમિશ્નરનો દાવો - બૂચામાં 25 યુવતીઓને બંધક બનાવી કર્યો હતો બળાત્કાર, હવે ઘણી પ્રેગ્નેટ

યુક્રેની સંસદના માનવાધિકાર કમિશ્નર લુડમિલા ડેનિસોવાએ કહ્યું કે બૂચામાં રશિયાના સૈનિકોએ મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું (AP)

russia and ukraine conflict - લગભગ 25 યુવતીઓને બેસમેન્ટમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. રોજ તેમના પર દુષ્કર્મ થયું હતું. તેમાંથી મોટાભાગની યુવતીઓની ઉંમર 14 થી 24 વર્ષની વચ્ચે છે

    કીવ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia-Ukraine War)50 દિવસ થવા આવ્યા છે. આજે જંગનો 48મો દિવસ છે. આ લડાઇમાં યુક્રેનના (Ukraine)ઘણા શહેરો ખંડેર થઇ ગયા છે. બૂચા, મારિયુપોલ અને લ્વીવમાં ઘણી તબાહી જોવા મળી છે. બૂચામાં (bucha)નરસંહારની તસવીર સામે આવ્યા પછી હવે યુક્રેની સંસદના માનવાધિકાર કમિશ્નરે મોટો દાવો કર્યો છે.

    ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે યુક્રેની સંસદના માનવાધિકાર કમિશ્નર લુડમિલા ડેનિસોવાએ કહ્યું કે બૂચામાં રશિયાના સૈનિકોએ મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. લગભગ 25 યુવતીઓને બેસમેન્ટમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. રોજ તેમના પર દુષ્કર્મ થયું હતું. તેમાંથી મોટાભાગની યુવતીઓની ઉંમર 14 થી 24 વર્ષની વચ્ચે છે. બંધક બનાવેલી મોટાભાગની યુવતીઓ હવે પ્રેગ્નેટ છે.

    આ પણ વાંચો - ભારત એક મહિનામાં રશિયાથી જેટલું ઓઇલ ખરીદે છે તેના કરતાં વધુ યુરોપ દરરોજ આયાત કરે છે: જયશંકર

    ડેનિસોવાએ પોતાના ફેસબુક પેજ પર ઓછામાં ઓછી બે સગીરા, એક 14 વર્ષીય યુવતી અને એક 11 વર્ષીય યુવતીના મામલાને સુચીબદ્ધ કરતા એક પોસ્ટ શેર કરી છે. ડેનિસોવાએ યુરોપમાં સુરક્ષા અને સહયોગ સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રને આ તથ્યોની તપાસ કરવાનો આગ્રહ કર્યો છે.

    યુક્રેની સાંસદે કહ્યું કે પૃથ્વી પર કે નર્કમાં કોઇ જગ્યા નથી જ્યાં આ નસ્લવાદી અપરાધી બદલો લેવાથી સંતાઇ શકે છે. બળાત્કાર 1949ના જિનેવા કન્વેંશન ઓન ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લો અંતર્ગત પ્રતિબંધિત છે.

    આ પણ વાંચો - શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી બન્યા, સેનેટ ચેરમેને અપાવ્યા શપથ

    બીજી તરફ યુક્રેનના ઉપ પ્રધાનમંત્રીએ દાવો કર્યો છે કે 500થી વધારે યુક્રેની મહિલાઓને પણ રશિયાની સેનાએ કેદી બનાવ્યા છે. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમને બેસવાની મંજૂરી નથી. આ સિવાય વાળ પણ કપાવી નાખ્યા છે.
    " isDesktop="true" id="1198403" >

    લોકોના જીવ જઈ રહ્યા છે અને અમને હથિયાર મળી રહ્યા નથી - ઝેલેંન્સ્કી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંન્સ્કીએ ફરી એક વખત પશ્ચિમી દેશો પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે અમને દરેક પ્રકારના હથિયારોની જરૂર છે. અહીં લોકોના જીવ જઈ રહ્યા છે અને પશ્ચિમી દેશો હથિયારની સપ્લાઇ કરવામાં મોડુ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમને હથિયાર મળશે તો અમે મારિયુપોલને બચાવી શકીશું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन