Home /News /national-international /

Ukraine crisis: નવી સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યો યૂક્રેન સરહદ પર રશિયાના સૈનિકોનો જમાવડો

Ukraine crisis: નવી સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યો યૂક્રેન સરહદ પર રશિયાના સૈનિકોનો જમાવડો

નવી સેટેલાઇટ તસવીરોથી (satellite images)માહિતી સામે આવી (તસવીર - સોશિયલ મીડિયા)

russia ukraine war - રશિયાએ સુખોઇ-25 જેવા પોતાના અત્યાધુનિક વિમાન, અટેક હેલિકોપ્ટર, ટેન્ક અને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી

    કીવ/મોસ્કો : રશિયા અને યૂક્રેન વચ્ચે (Russia-Ukraine crisis) તણાવ ઓછું થવાનું નામ લેતો નથી. બન્ને વચ્ચે યુદ્ધની આશંકાને પગલે દુનિયાભરમાં ચિંતા જોવા મળી રહી છે. રશિયાની (Russia) સેના સતત યૂક્રેનની (Ukraine)ઘેરાબંધી કરી રહી છે. નવી સેટેલાઇટ તસવીરોથી (satellite images)માહિતી સામે આવી છે કે સામરિક સ્થળો પર રશિયાના સૈનિકો ડટેલા છે. સૈનિકો વસ્તુઓ પણ પહોંચાડી રહ્યા છે. તસવીરોમાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે રશિયાએ સુખોઇ-25 જેવા પોતાના અત્યાધુનિક વિમાન, અટેક હેલિકોપ્ટર, ટેન્ક અને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી છે. આ તસવીરો રશિયાના એ દાવાને ખોટો પાડે છે જેમાં દાવો કરાયો છે કે રશિયા પોતાના સૈનિકોને પાછા બોલાવી રહ્યું છે.

    ટ્વિટર પર ઘણા પત્રકારોએ અમેરિકી સ્પેસ ટેકનોલોજી કંપની મેક્સરની સેટેલાઇટ તસવીરના હવાલાથી જણાવ્યું કે યૂક્રેનની નજીક 30 મીલ ઉત્તરમાં બેલારુષમાં 32 સુખોઇ, 25 લડાકુ વિમાન અને ઓછામાં ઓછા 50 અટેક હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. 60 થી વધારે હેલિકોપ્ટર ક્રીમિયામાં જોવા મળી રહ્યા છે. આ સિવાય રશિયા અને યૂક્રેનની સરહદ નજીક વિમોનોની તૈનાતી વધારી દેવામાં આવી છે. યૂક્રેન બોર્ડરથી લગભગ 16 કિમી દૂર મિલેરોવા એરફિલ્ડ પર ટેન્ક અને સેના સ્પષ્ટ રીતે જોવા મળે છે.

    આ પણ વાંચો - Russia-Ukraine news: યૂક્રેનના દાવો - સરહદ પર 1.5 લાખ રશિયાના સૈનિકો તૈનાત, વિદ્રોહી પણ કરી રહ્યા છે ગોળીબારી

    આટલું જ નહીં ઉત્તર-પૂર્વ બેલારુષમાં તેણે નવી ફીલ્ડ હોસ્પિટલ પણ ખોલી દીધી છે. બીબીસીના મતે આમ તો મોટી સૈન્ય એક્સસાઇઝ દરમિયાન આ પ્રકારની હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવે છે. જોકે તેને યુદ્ધમાં ઇજાગ્રસ્ત થનારા સૈનિકોની સારવારની વ્યવસ્થા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

    યૂક્રેનના રક્ષા મંત્રી ઓલેક્સી રેજનિકોવે શું કર્યો દાવો

    યૂક્રેનના (Ukraine)રક્ષા મંત્રી ઓલેક્સી રેજનિકોવનો (Oleksiy Reznikov) દાવો છે કે રશિયાએ (Russia)યૂક્રેનની ચારેય તરફ પોતાના સૈન્યની સંખ્યા વધારીને 149,000 સુધી કરી દીધી છે. યૂક્રેનની સંસદમાં જાણકારી આપતા ઓલેક્સી રેજનિકોવે કહ્યું કે અમે રશિયન સૈનિકોના ડિવિઝન જોઈ રહ્યા છીએ જેની સંખ્યા 129,000 છે. જો નૌ સેના અને વાયુ સેના યૂનિટ્સને મળીને જોવો તો આ આંકડો 149,000 સુધી પહોંચી જાય છે.

    યૂક્રેને જણાવ્યું કે રશિયાના સૈનિકો સાથે રશિયન સમર્થિત વિદ્રોહી પણ સરહદ પાસે ગામમાં ગોળીબારી કરી રહ્યા છે. યૂક્રેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પુતિને દાવો કર્યો છે કે તેમણે રશિયાની સેનાને પાછળ હટવાની મંજૂરી આપી દીધી છે. યૂક્રેનનો દાવો છે કે સતત બીજા દિવસે દેશની અંદર રહેલા વિદ્રોહીઓએ રશિયાની મદદથી આર્ટિલરી અને મોર્ટાર ગામ પર ફાયર કર્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia, Ukraine

    આગામી સમાચાર