Home /News /national-international /

Russia-Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelensky રાજધાની કીવથી ભાગ્યા, રશિયન મીડિયાનો મોટો દાવો

Russia-Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelensky રાજધાની કીવથી ભાગ્યા, રશિયન મીડિયાનો મોટો દાવો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર

Russia-Ukraine War Latst Updates: રશિયન મીડિયા (Russian Media) અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ (Ukraine President) વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky) રાજધાની કિવમાંથી ભાગી ગયા છે.

    નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયાનો (Russia-Ukraine war) હુમલો યથાવત છે. હુમલાના ત્રીજા દિવસે હવે રશિયન મીડિયા (third day of Russia-Ukraine war) દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. રશિયન મીડિયા (Russian Media) અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ (Ukraine President) વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky) રાજધાની કિવમાંથી ભાગી ગયા છે. અગાઉ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયન સેના તેની અને તેના પરિવારની પાછળ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઝેલેન્સકી તેના ક્રૂ સાથે લ્વીવમાં છે.

    તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા શુક્રવારે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ સંકટ સમયે કોઈ પણ સંજોગોમાં દેશ છોડશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ દેશની રક્ષા માટે અંતિમ શ્વાસ સુધી લડશે.

    શુક્રવારે આપવામાં આવેલા એક નિવેદનમાં ઝેલેન્સકીએ કહ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંકટના આ સમયમાં આખું યુક્રેન એકસાથે ઊભું છે અને રશિયન સેના સામે લડી રહ્યું છે. ઝેલેન્સકીએ અન્ય શક્તિશાળી દેશોને મદદ કરવાની અપીલ કરતા કહ્યું કે યુક્રેન એકલા રશિયાનો સામનો કરી રહ્યું છે અને તેને હથિયારોની જરૂર છે. યુક્રેનના વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે ફ્રાન્સ દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચોઃ-Russia-Ukraine War: 'બીજો કોઈ રસ્તો નથી... જીવનું જોખમ વધતું જાય છે', પોલેન્ડ બોર્ડર ઉપર વિદ્યાર્થીની વ્યથાનો video

    રશિયન મીડિયાનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયન સેના રાજધાની કિવ પહોંચી ગઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સેના કિવ તરફ ઝડપથી આગળ વધી રહી છે અને કિવથી 30 કિમી દૂર છે.

    આ પણ વાંચોઃ-Russia-Ukraine War: યુક્રેનના ઈવાનોમાં ફસાઈ વાપીની સંગાતી ચૌધરી, વતન લાવવા પરિવારની સરકાર પાસે મદદની આજીજી

    જો કે, મુકાબલાના વાતાવરણમાં રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતના અહેવાલો પણ સામે આવ્યા છે. શુક્રવારે યુક્રેને કહ્યું હતું કે તે રશિયા સાથે વાતચીત માટે તૈયાર છે, જ્યારે રશિયન વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે જો યુક્રેનની સેના આત્મસમર્પણ કરે તો તે યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર છે. રશિયાએ એવો પણ દાવો કર્યો હતો કે તે યુક્રેન પર કબજો કરવા માંગતું નથી.

    800 વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડ પહોંચ્યા જેમાં 50 ગુજરાતી
    ભારત સરકારની એડવાઈઝરી ફોલો કરીને ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડ સુધી પહોંચ્યા હતા. કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ભારે સામાન સાથે 30-40 કિલોમિટર સુધી ચાલીને પહોંચ્યા હતા. હવે ત્યાં પણ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર ઉપર ફસાયા છે જેમાંથી 50 જેટલા ગુજરતાી વિદ્યાર્થીઓ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन