Home /News /national-international /Russia-Ukraine War: યુક્રેનમાં પરમાણું હથિયારોનો ઉપયોગ કરવાનો રશિયાનો ઇન્કાર, કહ્યું- બેકારના નિવેદનો કરી રહ્યા છે પશ્ચિમ દેશ
Russia-Ukraine War: યુક્રેનમાં પરમાણું હથિયારોનો ઉપયોગ કરવાનો રશિયાનો ઇન્કાર, કહ્યું- બેકારના નિવેદનો કરી રહ્યા છે પશ્ચિમ દેશ
રશિયાએ 24 ફેબ્રુઆરીના યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી બન્ને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે (પ્રતિકાત્મત તસવીર)
Russia Ukraine crisis - યુક્રેન સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે રશિયાની સેનાએ પરમાણું હુમલાની પ્રેક્ટિસ કરી હતી
મોસ્કો : યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) દરમિયાન પરમાણું હથિયારના ઉપયોગની (Nuclear Weapons)સંભાવનાને રશિયાએ ફગાવી દીધી છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એલેક્સી જેતસેવે આ વાતની જાણકારી આપી છે. ફોરેન મિનિસ્ટ્ર્ તરફથી શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે યુક્રેન પર રશિયાની (Ukraine War)સૈન્ય કાર્યવાહીને લઇને પશ્ચિમી દેશ ન્યૂક્લિયર વોરની (Nuclear war)ચર્ચા કરવા લાગ્યા છે. જોકે આવું કહેવું ખોટું છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સના મતે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એલેક્સી જેતસેવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રશિયા દ્વારા યુક્રેન પર પરમાણું હથિયારોના ઉપયોગને લઇને પશ્ચિમી દેશોના અધિકારી સાર્વજનિક રુપથી નિવેદનબાજી કરી રહ્યા છે. આ પુરી રીતે ખોટું છે કારણ કે યુક્રેન સામે મોસ્કોની કાર્યવાહી એક વિશેષ સૈન્ય અભિયાન છે.
યુક્રેન સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે રશિયાની સેનાએ પરમાણું હુમલાની પ્રેક્ટિસ કરી હતી. કલિનિનગ્રાદમાં રશિયાની સેનાએ પરમાણું સક્ષમ મિસાઇલનો અભ્યાસ કર્યો હતો. કલિનિનગ્રાદ બાલ્ટિક સાગરના કિનારે રશિયાનો મહત્વનો સૈન્ય અડ્ડો છે અને અહીં ન્યૂક્લિયર મિસાઇલના હુમલાના અભ્યાસથી આખા યુરોપ પર ખતરો જોવા મળી રહ્યો છે.
અમેરિકી એજન્સી સીઆઈએના નિર્દેશક વિલિયમ બર્ન્સે કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાને જે ઝટકો લાગ્યો છે તેને જોતા સામરિક પરમાણું હથિયારોના સંભવિત ખતરાને હળવાશમાં લઇ શકાય નહીં. જર્મન ચાન્સલર ઓલાફ શોલ્જે પણ કહ્યું કે દુનિયાના નેતાઓને રશિયાના પરમાણું હથિયારોના વિસ્તારના ખતરાને લઇને સતર્ક રહેવું જોઈએ.
બીજી તરફ યુક્રેનને અમેરિકા અને નાટો પાસેથી મળી રહેલી સૈન્ય મદદથી રશિયા ભડક્યું છે. આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોને ચેતવણી આપતા કહ્યું હતું કે પરમાણું યુદ્ધનું જોખમ હજુ યથાવત્ છે. રશિયાએ 24 ફેબ્રુઆરીના યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી બન્ને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
UN સેક્રેટરી જનરલની યુક્રેનની મુલાકાત દરમિયાન થયો હતો હુમલો
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે થોડા દિવસો પહેલા બુકા અને અન્ય કિવ ઉપનગરોની મુલાકાત લીધી, જ્યાં મોસ્કો પર યુદ્ધ અપરાધોનો આરોપ છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના દળોએ ગુરુવારે અનેક હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં યુક્રેનના રેલ્વે સ્ટેશનો પર ત્રણ પાવર સબસ્ટેશન અને ટોચકા-યુ મિસાઈલ લોન્ચરનો નાશ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર