Home /News /national-international /

Russia-Ukraine War: યુક્રેનના Military Base પર રશિયાનો મોટો હુમલો, 70થી વધુ સૈનિકનાં મોત

Russia-Ukraine War: યુક્રેનના Military Base પર રશિયાનો મોટો હુમલો, 70થી વધુ સૈનિકનાં મોત

રશિયાનો 40-માઇલ લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે

Russia-Ukraine War: રશિયન સેના (Russian military) ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેન (Ukraine War)ની રાજધાની કિવ પર કબજો કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સૈન્ય કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે.

વધુ જુઓ ...
    કીવ: રશિયા અને યુક્રેન (Ukraine War) વચ્ચે યુદ્ધ સતત વધી રહ્યું છે. રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. મંગળવારે, રશિયન સૈન્ય હુમલામાં 70 થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા. રશિયન સૈનિકોએ અર્ટલરી વડે ઓખ્તિરકા (Okhtyrka)માં સ્થિત લશ્કરી મથકને નિશાન બનાવ્યું. Okhtyrka શહેર ખાર્કિવ અને કિવ વચ્ચે આવેલું છે.

    સ્પુટનિકના અહેવાલ મુજબ રશિયન સેના ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સૈન્ય કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે. આ પહેલા, મોકલવામાં આવેલા રશિયન કાફલાનું કદ 3 માઇલ સુધી હતું.

    કિવથી ઉત્તરમાં 40 માઇલ (64 કિમી) દૂર રશિયન સૈન્ય કાફલો

    હકીકતમાં, યુએસ કંપની મેક્સાર ટેક્નોલોજિસે સોમવારે માહિતી આપી છે કે કિવથી ઉત્તરમાં 40 માઇલ (64 કિમી) દૂર રશિયન સૈન્ય કાફલો છે. ખાસ વાત એ છે કે પહેલા કાફલાની લંબાઈ 17 માઈલ એટલે કે 27 કિમી અંદાજવામાં આવી હતી. યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી ચાલુ છે.

    આ પણ વાંચો: Russian airspace Close: યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાનું મોટું પગલું, 30થી વધુ દેશો માટે તેની એરસ્પેસ બંધ

    રશિયા દ્વારા સતત યુક્રેનમાં જુદા જુદા સ્થળ પર ટાર્ગેટ બેઝ હુમલો કરવામાં આવી રહ્યો છે. રશિયન સેના પોતાનો કોફલો વિશાળ કરી રહી છે. વિશાળ કાફલો યુક્રેનમાં પ્રવેશી હુમલો કરી રહ્યો છે.

    આ પણ વાંચો:Russia Ukraine crisis : પીએમ મોદીએ રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે કરી વાતચીત, કરી પ્રશંસા 

    અમેરિકન કંપની મેક્સરના સેટેલાઇટ ફોટા

    અમેરિકન કંપની મેક્સરના સેટેલાઇટ ફોટા દર્શાવે છે કે કિવની બહારના વિસ્તારમાં પહોંચતા કાફલાની લંબાઈ પહેલા કરતા વધુ છે. સીએનએન સાથેની વાતચીતમાં કંપનીએ કહ્યું હતું કે વિશાળ સૈન્ય કાફલામાં બખ્તરબંધ હથિયારો, આર્ટિલરી સહિત અન્ય ઘણા વાહનો સામેલ હતા. મેક્સરે કહ્યું કે વધારાની સેટેલાઇટ ઇમેજના સંપાદન અને મૂલ્યાંકન પછી કાફલાની લંબાઈ અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે. કંપનીએ કહ્યું કે સોમવારે એકત્રિત કરાયેલી તસવીરો અને ડેટા દર્શાવે છે કે કાફલો પ્રિબર્સ્કની ઉત્તરે એન્ટોનોવ એરબેઝથી હતો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Russia ukrain crisis, Russia ukraine war, Russian Army, દેશવિદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन