Russia-Ukraine War: ખારકીવમાં ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થયું રશિયા
Russia-Ukraine War: ખારકીવમાં ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થયું રશિયા
યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારતે 'ઓપરેશન ગંગા' અભિયાન શરૂ કર્યું છે (AP)
russia ukraine crisis - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો
કીવ : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો (Russia-Ukraine War)ગુરુવારે આઠમો દિવસ છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહી છે. આ માટે વાયુસેનાની મદદ પણ લેવામાં આવી રહી છે. આ દરમિયાન ભારત સરકારે રશિયા (Russia)સાથે એક મહત્વની સમજુતી કરી છે. ખારકીવમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે રશિયા 6 કલાક યુદ્ધને રોકવા માટે તૈયાર થઇ ગયું છે. આ ગેપ ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત ખારકીવથી બહાર કાઢીને યુક્રેનની (Ukraine)આસપાસના દેશોમાં બોર્ડર સુધી પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે.
યુક્રેનના શહેર ખારકીવમાં હજુ પણ હજારો વિદ્યાર્થીઓ ફસાયા હોવાની સૂચના છે. બતાવવામાં આવી રહ્યું છે કે ભારતીયોને ત્યાંથી બહાર નીકળવા દેવામાં આવતા નથી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિએ પીએમને જણાવ્યું હતું કે રશિયા હરસંભવ મદદ કરવા માટે તૈયાર છે.
પુતિને પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન એ વિશ્વાસ અપાવ્યો કે ભારતીય વિદ્યાર્થીઓને વોર ઝોનમાંથી સુરક્ષિત બહાર કાઢીને તેમને ભારત મોકલવા માટે બધા જરૂરી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. રશિયાની સેના આ દિશામાં દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. તેમણે ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક રેસ્ક્યૂ માટે રશિયાની સેના દ્વારા ખારકીવથી રશિયા સુધી એક સુરક્ષિત કોરિડોર બનાવવાની વાત કહી હતી. તેના આગામી દિવસે જ રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થઇ ગયું છે.
યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારતે 'ઓપરેશન ગંગા' અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ભારતીયોને હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી યુક્રેન છોડ્યા બાદ જમીની સરહદ ચોકીઓ દ્વારા હવાઈ માર્ગે વતન લાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઓપરેશન ગંગા અંતર્ગત 3726 ભારતીયોને આજે બુખારેસ્ટથી 8 ફ્લાઇટ, સુસેવાથી 2 ફ્લાઇટ, કોસિસેથી 1 ફ્લાઇટ, બુડાપેસ્ટથી 5 ફ્લાઇટ અને રેજજોથી 3 ફ્લાઇટથી ભારત પાછા લાવવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર