Home /News /national-international /Russia Ukraine War: છેલ્લા 7 દિવસમાં ત્રણ વખત થયો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીને મારવાનો પ્રયત્ન, બ્રિટિશ મીડિયાનો દાવો

Russia Ukraine War: છેલ્લા 7 દિવસમાં ત્રણ વખત થયો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીને મારવાનો પ્રયત્ન, બ્રિટિશ મીડિયાનો દાવો

યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કી (Ukraine president Volodymyr Zelenskyy)

Russia Ukraine war News - રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે અલગ-અલગ હત્યા સમૂહ- વેગનર સમૂહ અને ચેચન વિદ્રોહીયોને યુક્રેનના રાષ્ટ્રપતિને મારવા માટે મોકલવામાં આવ્યા હતા

કીવ : યુક્રેન પર કરવામાં આવી રહેલા હુમલા (Russia Ukraine War)વચ્ચે સાત દિવસોમાં ત્રીજી વખત યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીની (Ukraine president Volodymyr Zelenskyy)હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવી ચૂક્યો છે. ખાસ વાત એ છે કે જેલેંસ્કીને મારવાના ત્રણ પ્રયત્નને એક રશિયાની (Russia)એજન્સીની મદદથી નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ એજન્સી યુક્રેન પર રશિયાના હુમલાની વિરુદ્ધમાં છે. બ્રિટિશ અખબાર ‘ધ ટાઇમ્સે ’આ સનસનીખેજ દાવો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે અલગ-અલગ હત્યા સમૂહ- વેગનર સમૂહ અને ચેચન વિદ્રોહીયોને યુક્રેનના રાષ્ટ્રપતિને મારવા માટે મોકલવામાં આવ્યા હતા.

ધ વોશિંગ્ટન પોસ્ટના મતે રશિયાની સંઘીય સુરક્ષા સેવા (એફએસબી)એ યુક્રેનિયનને કાદિરોવિટ્સના એક એકમ- કુલીન ચેચન વિશેષ બળ વિશે સતર્ક કર્યા હતા. જેને જેલેંસ્કીને મારવા માટે મોકલ્યા હતા. રિપોર્ટમાં યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા પરિષદના સચિવ ઓલેક્સી ડેનિલોવના હવાલાથી જણાવ્યું કે આ એકમને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થિનીને બચાવવા 20KM પગપાળા ચાલ્યો ભારતીય યુવાન

રશિયાની એજન્સી એફએસબીથી મળી યુક્રેનને મદદ

તેમણે આગળ કહ્યું કે યુક્રેનની રાજધાની કીવના બહારી વિસ્તારમાં ચેચન વિશેષ બળ માર્યા ગયા. ડેનિલોવે ધ પોસ્ટને જણાવ્યું કે હું કહી શકું કે અમને એફએસબીથી આ વિશે જાણકારી મળી હતી, જે યુક્રેનમાં રશિયાની સેના દ્વારા ચલાવી રહેલા યુદ્ધમાં ભાગ લેવા માંગતી નથી. ધ ટાઇમ્સે જણાવ્યું કે ખુફિયા ઇન્પુટ એફએસબીના તે અંદરના લોકો દ્વારા આપવામાં આવ્યા હતા, જે યુક્રેન સામે યુદ્ધની વિરુદ્ધ છે.

આ પણ વાંચો - યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

વેગનર ભાડાના સૈનિકથી ઘણા પરેશાન

ધ ટાઇમ્સે આગળ જણાવ્યું કે વેગનર ભાડાના સૈનિક કથિત રીતે એ વાતને લઇને ઘણા પરેશાન હતા તે આખરે યુક્રેનની ખુફિયા એજન્સીએ તેમની ચાલની આટલી સટિકતાથી અંદાજ કેવી રીતે લગાવ્યો. જોકે સૂચના ક્યાંથી મળી તે વિશે કોઇ જાણકારી આપી નથી. પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે શીર્ષ પદ પર બેસેલા એક અધિકારીએ કહ્યું કે આ ભયાનક હતું કે જેલેંસ્કીની સુરક્ષા ટીમને આટલી સારી રીતે જાણકારી આપવામાં આવી હતી કે તેમની પર હુમલો થવાનો છે.
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war