Home /News /national-international /Russia-Ukraine War: 'હું કીવમાં છું, કોઇથી ડરતો નથી,' યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ પુતિનને લલકાર્યા

Russia-Ukraine War: 'હું કીવમાં છું, કોઇથી ડરતો નથી,' યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ પુતિનને લલકાર્યા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલડોમિર ઝેલેન્સ્કી (Volodymyr Zelensky)રાજધાની કીવમાં જ છે

russia ukraine crisis - ઝેલેન્સ્કીએ કહ્યું - તે કોઇ બંકરમાં છુપાયા નથી અને ત્યાં સુધી કીવમાં જ રહેશે જ્યાં સુધી દેશભક્તિથી ભરેલા આ યુદ્ધને જીતવા માટે જરૂરી હશે

    કીવ : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના (Russia-Ukraine War)13 દિવસ થઇ ગયા છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલડોમિર ઝેલેન્સ્કી (Volodymyr Zelensky)રાજધાની કીવમાં જ છે. તેમણે એ બધા દાવાને ફગાવી દીધા છે જેમાં દાવો કરાયો હતો કે તે યુક્રેન છોડી પોલેન્ડ ભાગી ગયા છે. મંગળવારે ઝેલેન્સ્કીએ કીવ સ્થિત રાષ્ટ્રપતિ ભવનથી એક વીડિયો મેસેજ શેર કર્યો છે. ઝેલેન્સ્કીએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે હું રાજધાની કીવમાં જ છું અને કોઇનાથી ડરતો નથી.

    ઝેલેન્સ્કીએ એ પણ કહ્યું કે તે કોઇ બંકરમાં છુપાયા નથી અને ત્યાં સુધી કીવમાં જ રહેશે જ્યાં સુધી દેશભક્તિથી ભરેલા આ યુદ્ધને જીતવા માટે જરૂરી હશે. માનવામાં આવી રહ્યું છે કે જેલેંસ્કીએ રાષ્ટ્રપતિ ભવનથી પોતાનો વીડિયો જાહેર કરીને રશિયા અને યુક્રેનની જનતાને સંદેશો આપ્યો છે.

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રાજધાની કીવ સ્થિત રાષ્ટ્રપતિ ભવનના કોરિડોરમાં રાત્રે પોતે જ પોતાનો વીડિયો બનાવ્યો છે. ઝેલેન્સ્કી એવા સમયે દુનિયાની સામે ખુલીને આવ્યા છે જ્યારે રશિયાની સેનાએ રાજધાની કીવને ચારેય તરફથી ઘેરી રાખી છે અને તેમની પકડ સતત મજબૂત બની રહી છે. જેલેંસ્કીએ દેશ છોડીને જવાની ઓફરને સ્વીકારવાના બદલે પોતાની જનતાને આશ્વાસન આપ્યું છે કે તે અને તેના સહયોગી રાજધાનીમાં રહેશે.

    આ પણ વાંચો - Russia-Ukraine War વચ્ચે ક્યાં સંતાઇ છે વ્લાદિમીર પુતિનની ઓલિમ્પિયન ગર્લફ્રેન્ડ?

    દેશભક્તિથી ભરેલા યુદ્ધને જીતવા સુધી અહીં યથાવત્ રહીશ

    ઝેલેન્સ્કીએ કહ્યું કે હંમેશાથી કહેતા રહ્યા છીએ કે સોમવારનો દિવસ ઘણો મુશ્કેલ હોય છે. અમારા દેશમાં જંગ ચાલી રહી છે. જેથી અમારા માટે દરેક દિવસ હવે સોમવાર છે. રાષ્ટ્રપતિ ભવનના એક કોરિડોરમાં ટહેલ્યા પછી પોતાની ખુરશી પર બેસેલા જોવા મળે છે. તેમણે કહ્યું કે હું અહીં કીવમાં બરકોવા ગલીમાં છું. હું કોઇનાથી ડરતો નથી. હું પોતાની દેશભક્તિથી ભરેલા યુદ્ધને જીતવા સુધી અહીં યથાવત્ રહીશ.



    દરેક અત્યાચરનો બદલો લેવામાં આવશે

    ઝેલેન્સ્કીએ આ પહેલા એ પણ કહ્યું હતું તે યુક્રેનની જનતા સાથે અત્યાચાર કરનાર દરેક વ્યક્તિ સામે બદલો લઇશું. ઝેલેન્સ્કીએ સોમવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને કહ્યું હતું કે મેં યુદ્ધ માટે જવાબદાર લોકોને સજા અપાવવાના સોગંધ ખાધા છે. યુક્રેન કશું પણ ભૂલશે નહીં. અમે આમા સામેલ લોકોને ક્યારેય માફ કરીશું નહીં.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन