નવી દિલ્હી : યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો (Russia-Ukraine War)આજે પાંચમો દિવસ છે. જંગને રોકવા માટે બન્ને દેશના પ્રતિનિધિ બેલારુષમાં વાતચીત (Belarus Meeting)કરી રહ્યા છે. વાતચીત પહેલા યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર જેલેંસ્કીએ (Volodymyr Zelenskyy)રશિયાને સૈનિકોને પાછા જવાની અપીલ કરી છે. જેલેંસ્કીએ કહ્યું કે અમે બધા યોદ્ધા છીએ અને જંગ જીતીશું. રશિયાના સૈનિકો (Russia-Ukraine Conflict)પોતાનો જીવ બચાવે અને પાછા ફરે. જેલેંસ્કીએ કહ્યું કે વાતચીત સફળ થાય તેવી કોઇ આશા નથી પણ અમે શાંતિનો પ્રયત્ન કરવામાં કોઇ કમી રાખીશું નહીં.
બેલારુષમાં મિટિંગ પહેલા યૂક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે હું પ્રેસીડેંસી ગયો તો મેં કહ્યું કે અમારામાંથી દરેક વ્યક્તિ રાષ્ટ્રપતિ છે. કારણ કે અમે બધા પોતાના દેશ માટે જવાબદાર છીએ. અમારા સુંદર યૂક્રેન માટે અમારામાંથી દરેક એક યોદ્ધા છે. યોદ્ધો પોતાના સ્થાને છે અને મને વિશ્વાસ છે કે અમારામાંથી દરેક જીતશે. જેલેંસ્કીએ કહ્યું કે તે એ કેદીઓને છોડી મુકશે જેમની પાસે સૈન્ય અનુભવ છે અને રશિયા સામે જંગ લડવા માંગે છે.
જેલેંસ્કીએ કહ્યું કે રશિયા તાત્કાલિક યૂક્રેનથી પોતાની સેના હટાવે અને સીઝફાયરની જાહેરાત કરે. યૂક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયનું કહેવું છે કે રશિયા સાથે વાતચીતનો મુખ્ય લક્ષ્ય તાત્કાલિક યુદ્ધવિરામ અને રશિયાના સૈનિકોની વાપસી છે.
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર જેલેંસ્કીએ આશંકા વ્યક્ત કરી છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) મારી હત્યા કરાવવા માંગે છે. આ માટે, ક્રેમલિને (રશિયન રાષ્ટ્રપતિનું કાર્યાલય) 400 સશસ્ત્ર લડવૈયાઓને કીવ મોકલ્યા છે. આ ભાડૂતી સૈનિકો ક્રેમલિનના આદેશ પર કીવમાં પ્રવેશ્યા છે અને કોઈપણ કિંમતે મને મારી નાખવા માંગે છે, જેથી કીવમાં રશિયન સમર્થિત સરકારની સ્થાપના થઈ શકે. 'ધ ટાઈમ્સ' મેગેઝીને તેની તાજેતરની આવૃત્તિમાં રાષ્ટ્રપતિને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.
" isDesktop="true" id="1184176" >
વેગનર ગ્રૂપ એક ખાનગી મિલિશિયા છે જે પ્રમુખ પુતિનના સૌથી નજીકના સાથીઓ દ્વારા ચલાવવામાં આવે છે. પાંચ અઠવાડિયા પહેલા, આફ્રિકાના આ ભાડૂતી સૈનિકો પૈસાના લોભમાં ઝેલેન્સકીની સરકારનો નાશ કરવાના મિશન પર ઉડાન ભરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર